ટ્રેન્ડિંગધર્મ

ધનવાન બનવા સ્નાન કર્યા બાદ ઘરના મુખ્ય દરવાજા પર છાંટો આ વસ્તુઓ

  • સવારે ઉઠીને તરત તમારે ઘરના તમામ બારી-બારણાં ખોલી દેવા જોઇએ
  • સવારે ઘરના મુખ્ય દરવાજા પર સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે
  • સવારે ગંગાજળને મુખ્ય દરવાજા પર છાંટવાથી થાય છે ફાયદો

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે સવારે ઘરના મુખ્ય દરવાજા પર સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. ધાર્મિક માન્યતા એ પણ છે કે સવારે ઉઠીને તરત તમારે ઘરના તમામ બારી-બારણાં ખોલી દેવા જોઇએ. આમ કરવાથી મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે.

સાથે જ વાસ્તુ શાસ્ત્ર એ પણ કહે છે કે સવારે ઘરના તમામ દરવાજા અને બારીઓ ખોલી દેવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. વાસ્તુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્નાન કર્યા પછી મુખ્ય દરવાજા પર 3 વસ્તુઓ છાંટવાથી તમારા ઘરમાં મા લક્ષ્મીનું આગમન થાય છે અને તમારે પૈસાની કોઇ કમી રહેતી નથી.

ધનવાન બનવુ હોય તો સ્નાન કર્યા બાદ ઘરના મુખ્ય દ્વાર પર છાંટો આ ત્રણ વસ્તુઓ hum dekhenge news

હળદરનું પાણી

ધાર્મિક માન્યતાઓ અનુસાર હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સવારે તેને પાણીમાં મિક્સ કરીને તે પાણી ઘરના મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દેવી લક્ષ્મી પણ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. સવારે પૂજા સમયે તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં એક ચપટી હળદર નાખો. પૂજા પૂરી થયા પછી આ પાણી લાવીને મુખ્ય દરવાજા પર છાંટવું. આવું કરવાથી તમારા ઘરની આસપાસ સકારાત્મક ઉર્જા વધશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવે.

ગંગાજળ

ધાર્મિક માન્યતાઓમાં ગંગાજળને પવિત્ર જળ માનવામાં આવે છે. કહેવાય છે કે ગંગાજળમાં દરેક પ્રકારની નકારાત્મકતા દૂર કરવાની શક્તિ હોય છે. દરરોજ ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળના થોડા ટીપાં છાંટો. આમ કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને તમારો તણાવ દૂર થશે. સાથે જ તમારા ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જશે.

ધનવાન બનવુ હોય તો સ્નાન કર્યા બાદ ઘરના મુખ્ય દ્વાર પર છાંટો આ ત્રણ વસ્તુઓ hum dekhenge news

મીઠાનું પાણી

વાસ્તુમાં મીઠાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. ઘણા લોકોના ઘરમાં દરરોજ મીઠાના પાણીના પોતા કરવામાં આવે છે. આ સિવાય જો તમે પાણીમાં મીઠું ભેળવીને મુખ્ય દરવાજા પર દરરોજ છાંટશો તો દરેક પ્રકારના બેક્ટેરિયા નાશ પામશે. તેમજ કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકશે નહીં. મીઠાના પાણીનો છંટકાવ કરવાથી તમારા ઘરથી તમામ પ્રકારના રોગ અને દોષ દૂર રહેશે.

આ પણ વાંચોઃ જાણો કયા ફુડ્સને ફ્રિજમાં ન રાખી શકાય? શું છે કારણ?

Back to top button