કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગનવરાત્રિ-2024વિશેષ

જામનગરમાં અંગારા પર ખુલ્લા પગે ગરબે ઘૂમતા ખેલૈયાઓ, જૂઓ Video

Text To Speech

જામનગર, 4 ઓક્ટોબર : છોટીકાશી’ તરીકે ઓળખાતા જામનગર શહેરમાં આવેલા રણજીત નગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા 7 દાયકાથી યોજાતી ગરબીમાં મશાલ રાસ અને અંગારા રાસનું ભારે આકર્ષણ રહે છે. પટેલ યુવક મંડળ દ્વારા ખેલાતા આ રાસને જોવા માટે બહારગામથી પણ લોકો આવતા હોય છે. યુવકો નવરાત્રી પૂર્વે આ રાસની સઘન પ્રેક્ટીસ કરી અંગારા પર સુરક્ષિત રમવામાં મહારથ મેળવે છે. તેમની આ અનોખી કળા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે.

આ ઉપરાંત આ જ રીતે ખેલૈયાઓ પોતાના બંને હાથમાં મશાલ લઇ ગરબે રમવામાં પણ સચોટ તાલીમ અને અભ્યાસની જરૂર હોય છે. આ પટેલ યુવક ગરબી મંડળનાં ખેલૈયાઓ એક સાધનાની જેમ ‘આગ સાથે રમવાની’ યોગ્યતા કેળવીને મશાલ રાસ તથા અંગારા રાસ રમે છે અને પરંપરાગત ગરબાને અનોખી રીતે પ્રસ્તુત કરી દર્શકોનાં દિલ જીતી લે છે. જે અંગારા રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Back to top button