ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

આટલી બેઈજ્જતી! પાકિસ્તાનના 50 ક્રિકેટરમાંથી એકને પણ કોઈએ ન ખરીદ્યો

Text To Speech

નવી દિલ્હી, તા.13 માર્ચ, 2025: તાજેતરમાં સંપન્ન થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન હતું. પરંતુ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા વગર જ બહાર થઈ ગયું હતું. પાકિસ્તાનના ક્રિકેટરો હજુ આ આંચકામાંથી બહાર આવ્યા નહોતા ત્યાં બીજો મોટો ઝટકો લાગ્યો હતો. કુલ 50 પાકિસ્તાની ખેલાડીઓએ ધ હંડ્રેડ ટુર્નામેન્ટ માટે નોંધણી કરાવી હતી. જોકે, કોઈ પણ ટીમે પાકિસ્તાનના કોઈ પણ ખેલાડીને પસંદ કરવામાં રસ દાખવ્યો ન હતો. 50 ખેલાડીઓમાંથી 45 પુરુષો અને 5 મહિલા ક્રિકેટરો હતા. આ ખેલાડીઓમાં નસીમ શાહ, ઇમાદ વસીમ અને સેમ અયુબ જેવા જાણીતા નામ પણ હતા.

ધ હંડ્રેડમાં નોંધાયેલા પાકિસ્તાનના 50 જેટલા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા છે. નસીમ શાહની રિઝર્વ પ્રાઈસ પાકિસ્તાન માટે સૌથી વધુ 1.35 કરોડ રૂપિયા હતી. જોકે, નસીમને લેવા માટે પણ કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો. મોહમ્મદ અબ્બાસ, હૈદર અલી, શાદાબ ખાન, હસન અલી જેવા ખેલાડીઓ પણ વેચાયા ન હતા.

પાંચ મહિલા ક્રિકેટરોએ પણ તેમના નામ આપ્યા હતા, પરંતુ તેઓ પણ કોઈ ખરીદદાર મળ્યા નહોતા. કેટલાક અહેવાલો અનુસાર, આઈપીએલની ઘણી ફ્રેન્ચાઇઝીઓ ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં હિસ્સો ધરાવે છે અને કદાચ આ જ કારણ છે કે પાકિસ્તાનના ખેલાડીઓ વેચાયા ન હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાજકીય સ્થિતિને કારણે પડોશી દેશના ખેલાડીઓ પર આઇપીએલમાં રમવા પર પ્રતિબંધ છે. પાકિસ્તાની ખેલાડીઓ છેલ્લે 2008માં આઇપીએલમાં રમતા જોવા મળ્યા હતા. આ પછી બંને દેશો વચ્ચે તટસ્થ સ્થળોએ મેચ રમાય છે. જેની ફેંસ આતુરતાથી રાહ જોતા હોય છે.

આ પણ વાંચોઃ માતા બની હત્યારી, બાળકનો જન્મ થતાં જ મોતને ઘાટ ઉતારી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી ફેંકી દીધું

Back to top button