અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

રિવરફ્રન્ટના કાંઠે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મલ્ટીલેવલ પાર્કિંગનું લોકાર્પણ ક્યારે?

  • સ્પોર્ટ્સ કોમ્પલેકસના લોકાર્પણની ઘણા સમયથી રાહ જોવાય છે
  • નગરજનો માટે ખુલ્લુ મુકાશે મલ્ટીલેવલ પાર્કિંગ
  • રિવરફ્રન્ટ પરના અન્ય આકર્ષણો શહેરીજનોને આકર્ષી રહ્યા છે

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટના બંને કિનારે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કિંગ ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લાં મુકાશે તેવી ખાતરી શહેરના મેયર કિરીટ પરમારે આપી છે.

રાણીપના સરદાર પટેલ ચોક ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન પ્રસંગે મેયર કિરીટ પરમારે લોકોને સંબોધિત કરતાં વધુમાં જણાવ્યું હતું કે આપણા વડા પ્રધાનની દીર્ઘદૃષ્ટિથી પ્રેરિત અને તેમના વિઝનરી માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સાબરમતી નદીના બંને કિનારાને ડેવલપ કરાયો છે. અમદાવાદને નવી ઓળખ આપવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપનાર સાબરમતી રિવરફ્રન્ટ પરના બાયોડાઈવર્સિટીપાર્ક, ઈવેન્ટ સેન્ટર, અટલ ફૂટ ઓવરબ્રિજ, વિવિધ પોઈન્ટ પર બોટિંગ, વોટર સ્પોર્ટ્સ, કાયાકિંગ, ઈલેક્ટ્રિક સ્કૂટર, ફ્લોટિંગ રેસ્ટોરાં અને હેલિકોપ્ટર જોય રાઈડ લોકોને આકર્ષી રહ્યા છે. ટૂંક સમયમાં નદીના બંને કિનારે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કિંગ પણ નગરજનો માટે ખુલ્લાં મુકાશે.

રિવરફ્રન્ટના કિનારે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ પાર્કિંગનું ટૂંક સમયમાં લોકાર્પણ hum dekhenge news

રિવરફ્રન્ટના બંને છેડે એક્સ્ટેન્શનની કામગીરી અને અંગ્રેજો ભારત છોડોના નારા સાથે આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમના નવીનીકરણનું કામ આજે હાઈટેક સ્પીડથી થઈ રહ્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જ અને ગ્રીન હાઉસ ઈફેક્ટનાં માઠાં પરિણામો ભોગવી રહ્યું છે ત્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ પર્યાવરણ સંવર્ધન અને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ગ્રીન સિટી અને વાઈબ્રન્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ પણ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું.

મિશન મિલિયન-ટ્રી અંતર્ગત જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરી અમદાવાદ શહેરનું ગ્રીન કવર 12 ટકાથી વધારે કરવામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓને સફળતા મળી છે તેમ જણાવતાં મેયરે વધુમાં કહ્યું હતું કે આ વર્ષે 20 લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કરીને શહેરીજનોને શુદ્ધ ઓક્સિજન સાથે ઉત્તમ સ્વાસ્થ્ય સુખાકારી પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયત્નો આરંભાશે.

રિવરફ્રન્ટના કિનારે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ પાર્કિંગનું ટૂંક સમયમાં લોકાર્પણ hum dekhenge news

વિવાદમાં રહી ચુક્યુ છે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

રિવરફ્રન્ટના પશ્ચિમ બાજુના ભાગે સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજની વચ્ચે NIDના પાછળના ભાગે અને પૂર્વ કાંઠે દધીચી બ્રિજ અને ગાંધી બ્રિજ વચ્ચે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં વોલીબોલ,બાસ્કેટબોલ,ટેનિસ,સ્કેટિંગ સહિતની સુવિધાઓ સંકુલમાં તૈયાર કરવામાં આવી છે. ઇન્ડોર ગેમ્સ માટે ટેબલ ટેનિસ,એર હોકી સાથે આઉટડોર જિમ પણ ઉભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેના ખાનગીકરણ સહિતની બાબતને લઇને વિવાદોમાં રહી ચુક્યુ છે અને ઘણા સમયથી તેના લોકાર્પણની રાહ જોવાઇ રહી છે.

આ પણ વાંચોઃ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ઘરેબેઠા રૂ.21માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકાશે

Back to top button