ગુજરાતટોપ ન્યૂઝ

Gandhinagar : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા અપીલ કરી

Text To Speech

દેશભરમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મ રીલીઝ થવાની સાથે જ અનેક વિવાદો શરૂ થઈ ગયા હતા જે બાદ દેશના અલગ અલગ વિસ્તારમાં ફિલ્મનો કેટલાક ળલોકો દ્વારા વિરોધ તો કેટલાક દ્વારા ફિલ્મનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ત્યારે સત્તા પક્ષ દ્વારા ફિલ્મને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીને સત્તા પક્ષ દ્વારા ભરપૂર સમર્થન મળી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે ફિલ્મ જોઈ હતી અને ફિલ્મ વિશે પોતાની વાત ટ્વિટર મારફતે કહી હતી. મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘આજે ગાંધીનગરમાં ફિલ્મ “ધ કેરાલા સ્ટોરી” જોઈ. દેશ અને સમાજના એક અદ્રશ્ય સત્ય અને મહિલાઓને થતા અન્યાય પર ઘણી બાબતો ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી હતી. સમાજમાં પ્રવર્તતી સાચી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ ઈતિહાસ રચશે. તમારે પણ આ ફિલ્મ જોવી જ જોઈએ !’ ભાજપના અન્ય ધારાસભ્યો અને સાંસદોએ પણ પોતપોતાનાં મતવિસ્તારમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરી મહિલાઓને ફ્રીમાં બતાવવાનું આયોજન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની 40000 મહિલાઓ ગાયબ થઈ તેની વાત કરવાને બદલે સરકાર અન્ય વાતો કરી રહી છે.ઋષિકેશ પટેલ - Humdekhengenewsઆ પણ વાંચો : વડાપ્રધાન મોદી રાજસ્થાન પહોંચ્યા, 5500 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાની ઘોષણા પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કાશ્મીર ફાઇલ્સ નામની ફિલ્મ આવી હતી ત્યારે પણ સત્તા પક્ષે તેનું ભરૂપર સમર્થન કર્યું હતું અને કેટલીક જગ્યાએ તે ફિલ્મને પણ ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. આમ ફિલ્મો પણ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં ફિલ્મો પાર્ટીના બેનર હેઠળ રીલીઝ થાય તો નવાઈ નહિ.

Back to top button