દિવાલો પર છાંટા, લોહીથી લથપથ મૃતદેહ… મુકેશ સાહનીના પિતાની હત્યા કોણે કરી, 3 ખાલી ગ્લાસનું શું કનેક્શન છે?
- VIP પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતાની નિર્દયતાથી કરવામાં આવી હત્યા
- ગુનેગારો એટલા ક્રૂર હતા કે તેઓએ પેટના આંતરિક અંગો પણ કાઢી નાખ્યા બહાર
- તપાસ દરમિયાન ઘરની અંદરના ટેબલ પર મળી આવ્યા ત્રણ ગ્લાસ
બિહાર, 16 જુલાઈ: લોકસભા ચૂંટણી 2024માં મહાગઠબંધનના ઘટક પક્ષ તરીકે સામેલ VIP એટલે કે વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. દરભંગાના બિરૌલમાં તેમના ઘરમાં આ હત્યા કરવામાં આવી હતી. દરમભગા પોલીસે આ કેસમાં 2 શકમંદોની ધરપકડ કરી છે. આ બંને શકમંદો મુકેશ સાહનીના ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત પોલીસ આ મામલે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવાનો પણ દાવો કરી રહી છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે VIP પાર્ટીના વડા મુકેશ સાહની સાથે ફોન પર વાત કરી છે અને ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
પિતાની હત્યા પર પુત્રએ પોસ્ટ કરી કહ્યું…
मेरे पिता जी की बेरहमी से अपराधियों ने हत्या कर दी है। पिताजी को इतनी क्रूरता से मारा गया कि शब्दों में बयां करना मुश्किल है। उनका खून हमारे घर की दीवारों पर लगा हुआ है।
यह घटना हमारे पूरे परिवार के लिए अत्यंत दुर्भाग्यपूर्ण और असहनीय है। हमारी आत्मा रो रही है। निषाद समाज के लिए… pic.twitter.com/CA6evtaQaO
— Mukesh Sahani (@sonofmallah) July 16, 2024
મૃતદેહ પલંગ પર વિકૃત હાલતમાં પડેલો મળી આવ્યો
ગઈકાલે રાત્રે મુકેશ સાહનીના પિતા જીતન સાહની ઘરે એકલા હતા. જ્યારે ફૂલ વેચનાર સવારે ફૂલોની ડિલિવરી કરવા પહોંચ્યો ત્યારે ઘણા સમય સુધી દરવાજો ખૂલ્યો ન હતો. ગામના લોકોએ ફોન કર્યો તો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ ગ્રામજનોએ બારીમાંથી ડોકિયું કર્યું અને અંદર જીતન સાહનીનો મૃતદેહ નજરે પડ્યો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
પેટની અંદરના અંગોને કાઢી નાખ્યા બહાર
મુકેશ સાહનીના પિતા જીતન સાહની દરભંગાના બિરૌલના ઘનશ્યામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત તેમના ઘરમાં સામાન્ય રીતે એકલા રહેતા હતા. જીતન સાહનીને બે પુત્ર અને એક પુત્રી છે. મુકેશ સાહની પોતે બિઝનેસના સંબંધમાં મુંબઈમાં રહે છે. તેમનો ભાઈ પણ ક્યારેક ક્યારેક બિરૌલ આવે છે. પરિણીત બહેન પણ મુંબઈમાં રહે છે. આવી સ્થિતિમાં જીતન સાહનીને એકલા રહેવાની આદત હતી અને સોમવારે રાત્રે તેમની હત્યા થઈ ત્યારે પણ તેઓ એકલા જ હતા.
ગુનેગારોએ નિર્દયતાથી ગુનો આચર્યો છે. ગુનેગારો એટલા ક્રૂર હતા કે તેઓએ પેટના આંતરિક અંગો પણ બહાર કાઢી નાખ્યા હતા. મંગળવારે સવારે તેમનો મૃતદેહ પલંગ પર વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. દરવાજા પર લોહીના ડાઘા હતા. ઘટના બાદ થોડી જ વારમાં સ્થાનિક અને રાજકીય પક્ષોના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
ડોગ સ્કવોડની ટીમ તપાસમાં લાગી
મુકેશ સાહનીના પિતાની હત્યા શા માટે કરવામાં આવી અને કોણે કરી તે દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એફએસએલથી લઈને ડોગ સ્કવોડ સુધીની ટીમો ઘટનાસ્થળે તપાસ કરી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. મોડી રાત સુધીમાં પોલીસ આ મામલે મોટો ખુલાસો કરશે.
પોલીસને અત્યાર સુધીની તપાસમાં શું મળ્યું?
ADG, બિહાર જિતેન્દ્ર સિંહ ગંગવારે જણાવ્યું હતું કે, “ઘરનો એક કબાટ બહારથી મળી આવ્યો છે અને તેમાં કેટલાક પૈસા અને દસ્તાવેજો મળી આવ્યા હતા. તેની પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઘરની અંદરના ટેબલ પર ત્રણ ગ્લાસ મળી આવ્યા છે, તેમાં કયા પ્રકારનો પદાર્થ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ત્રણ બાઇક મળી આવી છે, તે બાઇક કોની છે તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે, તેથી એકંદરે વૈજ્ઞાનિક તપાસ માટે તમામ સંભવિત પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મૌલાના તૌકીર રઝાએ સામૂહિક ધર્માંતરણની કરી જાહેરાત, બરેલી પ્રશાસન પાસે માંગી મંજૂરી