થૂંકબાજોની હવે ખેર નથી: સુરતમાં થૂંકવા પર દંડાશો, કેમેરાથી થશે આ રીતે કાર્યવાહી
સુરત, 6 નવેમ્બર, સામાન્ય રીતે માનવોમાં ત્રણ પ્રકાર હોય છે. સ્ત્રી, પુરુષ અને ન્યાનતર, પરંતુ એક ચોથો વર્ગ પણ છે. જેને કહેવાય છે થૂંકબાજ. આ વર્ગ એટલો મોટો છે કે, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક ગલીએ મળી જશે. એક બાજુ સ્વચ્છતામાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે તેને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જાહેરમાં થૂંકનાર કે કચરો નાખનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
હવે થૂંકબાજોની ખેર નથી. થૂંકબાજો હવે થોભી જજો. કારણ કે તમારી આ હરકતને કેમેરામાં કેદ કરીને દંડ વસૂલ કરવા તમારા ઘરે પહોંચી જશે કોર્પોરેશન. સુરત મહાનગરપાલિકાએ આ ઉમદા પહેલ શરૂ કરી છે. સ્વચ્છતા જાળવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવી પહેલ કરી છે. હવે પાનમાં માવો કે ગુટખા ખાઈને થુકવું મોંઘું પડી શકે છે. જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજોને ઝડપવામાં આવી રહ્યા છે. સીસી ટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સેન્ટરમાં ખાસ ટીમ મૂકાઈ, વાહન નંબરના આધારે ઘરે જઈને ટીમે કાર્યવાહી કરી
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી થૂંકબાજો સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ સુંદર સુરત’ જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબિ બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં એન્ફોર્મેન્ટ વધારાશે તેમજ દંડ પણ બેવડો કરી દેવાશે. પાલિકાએ બ્રિજ, ડિવાઈડરો, સર્કલો, ગાર્ડનો, પે એન્ડ યુઝ સહિતની મિલકતો પર રંગરોગાન કરવા 4 કરોડથી વધુનો ખર્ચો થયો છે. પરંતુ ખુટખાં-માવા ખાનારા લોકો રંગરોગાનને બગાડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાલિકાનો આરોગ્ય વિભાગે દંડનો ચાર્જ બમણાથી ત્રણ ગણો કરવાની તૈયારી કરી છે.
આ પણ વાંચો..4 વર્ષના બાળકનું ચ્યુઇંગમ ખાવાથી મૃત્યુ, ચ્યુઇંગમ ગળામાં ફસાઈ જતાં..