ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હેલ્ધી ગણાતી પાલકની પણ છે સાઈડ ઈફેક્ટ્સઃ ભૂલથી પણ આ રીતે ન ખાતા

Text To Speech
  • પાલકમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરથી પણ બચાવે છે. પાલકને ખાતા પહેલા થોડું ધ્યાન રાખવું જરૂરી છે. પાલકને જો આ રીતે ખાવ છો તો થઈ જાવ સાવધાન

પાલકની ગણતરી આમ તો હેલ્ધી શાકભાજીમાં થાય છે. લગભગ તમામ જરુરી ન્યુટ્રીશન અને મિનરલ્સ પાલકમાં મળી આવે છે. પાલક ખાવી આરોગ્યપ્રદ પણ છે. તેને ખાવાથી હાર્ટ ડિસીઝથી બચાવ થવાની સાથે અનેક બીમારીઓથી પણ બચાવ થાય છે. પાલકમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરથી પણ બચાવે છે. પાલકને ખાતા પહેલા થોડું ધ્યાન રાખવું જરૂરી છે. પાલકને જો આ રીતે ખાવ છો તો થઈ જાવ સાવધાન

હેલ્ધી ગણાતી પાલકની પણ છે સાઈડ ઈફેક્ટ્સઃ ભુલથી પણ આ રીતે ન ખાતા HUM DEKHENGE NEWS

કાચી પાલક નુકશાનકારક

પાલકના વધુમાં વધુ ફાયદા મેળવવા માટે મોર્ડન કુકિંગમાં ઘણા લોકો કાચુ ખાવાની સલાહ આપે છે, પરંતુ ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે કાચી પાલક બિલકુલ ન ખાવી જોઈએ. પાલકમાં ઓક્સેલિક એસિડ હોય છે, જે શરીરમાં કેલ્શિયમ અને મિનરલ્સને બાંધે છે, પરંતુ જ્યારે આપણે આવું કાચું ખાવા લાગીએ છીએ તો કેલ્શિયમ,આયરન અને અન્ય જરૂરી મિનરલ્સ એબ્ઝોર્બ થતા રોકાઈ જાય છે. આ કારણે શરીરમાં કિડની સ્ટોન બનવા લાગે છે.

પાલકની સ્મુધી

ઘણા ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે પાલકને અગર દહીં કે અન્ય ફળો સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તે નુકશાન કરે છે. તેનાથી ડાઈજેશન નબળું પડે છે અને કિડનીમાં સ્ટોન થવાનો ખતરો વધી જાય છે.

હેલ્ધી ગણાતી પાલકની પણ છે સાઈડ ઈફેક્ટ્સઃ ભુલથી પણ આ રીતે ન ખાતા hum dekhenge news

પાલકનું જ્યુસ

કાચા પાલકની જેમ પાલકનું જયુસ પણ નુકશાન કરે છે. પાલકમાં રહેલું એસિડ કેલ્શિયમને બાંધી દે છે અને શરીરમાં કિડની સ્ટોનની સમસ્યા ઉદ્ભવે છે. તેથી પાલકની ભાજીને ક્યારેય પણ આ ત્રણ રીતે ન ખાવી જોઈએ. પાલકનો વધુમાં વધુ ફાયદો લેવા માટે તેને ટ્રેડિશનલ રીતે ગરમ પાણીમાં ઉકાળ્યા બાદ ઠંડા પાણીમાં ધોઈ લો અને પેસ્ટ બનાવીને ઉપયોગમાં લો. જેથી તેના જરૂરી તમામ મિનરલ્સ અને વિટામીન્સ શરીરને મળી શકે.

વધુ પાલક નુકશાનકર્તા

પાલકને જરૂર કરતા વધુ ખાવો પણ આરોગ્ય માટે નુકશાન કારક છે. વધુ પાલક ખાવાથી ગેસ, બ્લોટિંગ, પેટમાં દુખાવો થવાની શક્યતાઓ રહે છે. તેનું કારણ એ છે કે પાલકમાં હાઈ ફાઈબર હોય છે. એટલું જ નહીં, જે લોકોને ગાઉટ કે આર્થરાઈટિસનો પ્રોબલેમ હોય તેણે પાલક ખાવાથી બચવું જોઇએ.

આ પણ વાંચોઃ Google 10 કરોડ લોકોને 63 કરોડ ડોલરનું કરશે વિતરણ

Back to top button