સ્પાઇડરમેન: ભજન ફ્રોમ હોમ ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


- સ્પાઈડરમેનનો પોશાક પહેરેલો વ્યક્તિએ ભગવાન રામના ભજન પર તબલા વગાડ્યા
- સોશિયલ મીડિયાની ખૂબ જ વિચિત્ર દુનિયામાં ક્યારે શું વાયરલ થશે તે અનિશ્ચિત
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ વિચિત્ર દુનિયા છે. અહીં ક્યારે શું વાયરલ થશે તે કહી શકાય નહીં. ક્યારેક કોઈ મેટ્રોમાં પોતાના ભજનથી લોકોના દિલ જીતી લે છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવા ઘણા વીડિયો જોવા મળે છે. પણ શું સ્પાઈડરમેનને ભજન પર તબલા વગાડતા જોયા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. વીડિયોમાં સ્પાઈડરમેનનો પોશાક પહેરેલો એક વ્યક્તિ ભગવાન રામના ભજન પર તબલા વગાડતો જોવા મળે છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Ghar wapasi of Spiderman 😭😭 pic.twitter.com/5gMXYQNVQj
— desi mojito 🇮🇳 (@desimojito) January 19, 2024
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આજકાલ ભગવાન શ્રી રામ અને રામ મંદિરને લઈને ચારેબાજુ ધૂમ મચી રહી છે. દરેક લોકો સોશિયલ મીડિયા પર તેને લગતા વીડિયો અને પોસ્ટ શેર કરી રહ્યા છે. હવે આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પાઈડરમેનનું કોસ્ચ્યુમ પહેરેલો એક વ્યક્તિ તબલા વગાડી રહ્યો છે. આ વીડિયોમાં ઉલ્લેખનીય બાબત એ છે કે, બેકગ્રાઉન્ડમાં ભગવાન રામનું ભજન વાગી રહ્યું છે અને પાછળની દિવાલ પર ભગવાન રામ,માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની તસવીર છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોકો પોસ્ટ પર રમુજી કોમેન્ટ કરી રહ્યા છે
આ વીડિયો X (ટ્વિટર) પર @desimojito નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 15 હજાર લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, “વાહ બેટા કીપ ઈટ અપ સ્પાઈડર.” અન્ય યુઝરે લખ્યું કે, “સારું, નામ બદલવું જોઈએ.” બીજા યુઝરે લખ્યું કે, “સ્પાઈડરમેન- ભજન ફ્રોમ હોમ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “સ્પાઈડરમેન-સ્પાઈડરમેન તુને ચુરાયા મેરે દિલ કા ચૈન”
આ પણ જુઓ :શિક્ષિકા અને બાળકોના ડાન્સના આ વીડિયોએ જીત્યા લોકોનાં દિલ, કહ્યું અદભૂત