

સ્પાઈસ જેટની 50 ટકા ફ્લાઈટ્સ પર 8 અઠવાડિયા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પ્રતિબંધ લગાવી દીધો છે. DGCAએ એરક્રાફ્ટમાં ખામીને જોતા આ કાર્યવાહી કરી છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા વચગાળાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી 5 જુલાઈની વચ્ચે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

DGCAએ કહ્યું કે-સ્પાઈસ જેટ સુરક્ષિત, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર હવાઈ પરિવહન સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન તેને રોકવા માટે પગલાં લઈ રહી છે, પરંતુ તેણે સુરક્ષિત અને વિશ્વસનીય હવાઈ સેવા માટે તેના પ્રયાસો જાળવી રાખવાની જરૂર છે.

12 જુલાઈના રોજ સ્પાઈસ જેટની દુબઈ-મદુરાઈ ફ્લાઈટના આગળના વ્હીલમાં ખામી સર્જાઈ હતી. આ પહેલા પણ ઘણી એવી ઘટનાઓ બની હતી. જેણે વિમાનો પર સવાલો ઉભા કર્યા હતા. DGCAએ 6 જુલાઈના રોજ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની આઠ ઘટનાઓ પર કારણ બતાવો નોટિસ જારી કરી હતી. એવિએશન રેગ્યુલેટરે કહ્યું હતું કે સસ્તી સર્વિસ પ્રોવાઈડર કંપની સુરક્ષિત, અસરકારક અને ભરોસાપાત્ર એર સર્વિસ આપવામાં નિષ્ફળ રહી છે.