ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech

સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાઈટોમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ

સ્પાઈસજેટની ફ્લાઈટને કરાંચીમાં ઉતારીને યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કહેવાય છે કે ઈમરજન્સી લેન્ડીંગ નહોતું, ફ્લાઈટને સામાન્ય રીતે ઉતારવામાં આવી હતી. હવે બીજી એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી છે, જે યાત્રીઓને દુબઈ લઈ જશે.

2 જૂલાઈએ પણ સ્પાઈસજેટના પ્લેનમાં મુશ્કેલીઓ આવી હતી

આ મહિનામાં 2 જૂલાઈએ પણ સ્પાઈસજેટના પ્લેનમાં મુશ્કેલીઓ આવી હતી. ત્યારે દિલ્હીથી જબલપુર જઈ રહેલા વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. સ્પાઈસજેટના પ્રવક્તા તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફૂટની ઉંચાઈ પર પહોંચ્યુ તો પાયલટે કેબિનમાં ધુમાડો જોયો ત્યાર બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું.

Back to top button