HD ન્યુઝ ડેસ્કઃ રોકડની તંગીનો સામનો કરી રહેલી એરલાઇન Go First નાદારીના આરે છે. તેણે આગામી 2 દિવસ એટલે કે 3 અને 4 મે માટે બુકિંગ બંધ કરી દીધું છે. ઓઈલ કંપનીઓનાં લેણાં ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે એરલાઈન્સે આ નિર્ણય લીધો છે. આ દરમિયાન, ગો ફર્સ્ટના સીઈઓ કૌશિક ખોનાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રેટ એન્ડ વ્હીટની (P&W) દ્વારા એન્જિનની સપ્લાય ન કરવાને કારણે કંપની નાણાકીય તંગીનો સામનો કરી રહી છે અને તેણે 28 વિમાનોને ગ્રાઉન્ડિંગ કરવાની ફરજ પાડી છે, જે તેના અડધાથી વધુ છે.
સ્પાઇસ જેટ ઉઠાવશે તકનો લાભ:
ગો ફસ્ટની નાદારી વચ્ચે સ્પાઈસજેટે 25 ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટને પુનઃજીવિત કરવાની તેની યોજનાને ગતિશીલ બનાવી છે, એરલાઈને બુધવારે જણાવ્યું હતું. રિવાઇવલ માટેના ભંડોળ સરકારની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) અને વધુ સારી રોકડ ઉપાર્જનમાંથી લેવામાં આવશે, એરલાઈને જણાવ્યું હતું કે તેણે તેના ગ્રાઉન્ડેડ ફ્લીટને હવામાં પાછા લાવવા માટે લગભગ ₹ 400 કરોડ એકત્ર કર્યા છે.
ગો ફર્સ્ટમાં 5,000થી વધુ કર્મચારીઓ:
ગો ફર્સ્ટના કાફલામાં કુલ 61 એરક્રાફ્ટ છે, એરલાઇનની વેબસાઇટ અનુસાર ગો ફર્સ્ટમાં 5,000થી વધુ કર્મચારીઓ છે. ગો ફર્સ્ટ એરલાઈને એનસીએલટી સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશનની કાર્યવાહી માટે અરજી દાખલ કરી છે. એકવાર NCLT અરજી સ્વીકારે, પછી ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવામાં આવશે, સીઈઓ કૌશિક ખોનાએ કહ્યું હતુ કે, ” સ્વૈચ્છિક નાદારી રીઝોલ્યુશનની કાર્યવાહી માટે ફાઇલિંગ તે એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે પરંતુ કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે તે કરવું પડ્યું,”
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝને ઓળખવા માટે IT નિયમોમાં સુધારાને પડકાર, હાઇકોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ