ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સ્પાઈસ જેટને મળ્યું જીવતદાન, 900 કરોડનું ફંડિંગ મળતાં શૅરના ભાવમાં પણ ઉછાળો

Text To Speech

હરિયાણા, 29 જાન્યુઆરી : સ્પાઈસજેટ એરલાઇનને સારું ફંડિંગ મળતા કંપનીને જીવતદાન મળ્યું છે એટલું જ નહીં પરંતુ તેના શેરમાં ભારે ખરીદી જોવા મળી. કંપનીને આ મહિને રૂ. 900 કરોડથી વધુનું ભંડોળ મળ્યું છે. એરલાઇન આ ભંડોળનો ઉપયોગ તેના એરક્રાફ્ટને અપગ્રેડ કરવા અને કોસ્ટ કટિંગ કરવા માટે કરશે. એરલાઇન દ્વારા તેમના વરિષ્ઠ કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્ર દ્વારા આ માહિતી સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે એરલાઈન્સ પાસે 900 કરોડ રૂપિયાથી વધુની પર્યાપ્ત રકમ છે.

3 મહિનામાં 1100 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું

એરલાઇનને મળેલા આ ભંડોળમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ હપ્તા તરીકે સરકાર તરફથી મળેલા રૂ. 160 કરોડનો પણ સમાવેશ થાય છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલી કંપનીને અત્યાર સુધીમાં ECLGS હેઠળ લગભગ રૂ. 1,000 કરોડ મળ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે તાજેતરમાં એરલાઇનમાં રોકાણ કર્યા બાદ આ નવો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. એરલાઈને ત્રણ મહિનામાં કુલ રૂ. 1,100 કરોડથી વધુનું ભંડોળ એકઠું કર્યું છે. કંપની એરક્રાફ્ટને અપગ્રેડ કરવા, સમયસર સેવાઓ આપવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સ્ટોકમાં ઉછળ્યો

આજે બપોરે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સ્પાઈસજેટનો શેર 5.81 ટકા અથવા રૂ. 3.58ના વધારા સાથે રૂ. 65.16 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ રૂ. 65.40 સુધી પહોંચી ગયો હતો. હાલમાં BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 4,461.88 કરોડ હતું. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 69.20 છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે તમારા ફોનનો ઉપયોગ કોઈ અન્ય પણ કરી શકે છે…

Back to top button