“ભારતની ટીકા નહીં પ્રશંસામાં ખર્ચ કરો એનર્જી” ઓબામાને અમેરિકામાંથી જ મળ્યો જવાબ
નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મુસ્લિમોના અધિકારો અંગે એક ઈન્ટરવ્યુ દરમિયાન ટિપ્પણી કર્યા બાદ તેઓની તીખી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (SCIRF)ના ભૂતપૂર્વ કમિશનર જોની મૂરે ભારતમાં મુસ્લિમોના અધિકારોને લઈને ઓબામાના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતની ટીકા કરવાને બદલે ભારતની પ્રશંસા કરવામાં તેમની વધુ શક્તિ ખર્ચવી જોઈએ.”
જોની મૂરે કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે. તે એક સંપૂર્ણ દેશ નથી, જેમ અમેરિકા સંપૂર્ણ દેશ નથી, પરંતુ તેની વિવિધતા તેની તાકાત છે. તે ટીકામાં પણ રાષ્ટ્રપતિ ઓબામા પણ વડાપ્રધાન મોદીના વખાણ કરતા પોતાને રોકી શક્યા નથી. તેમના સાથે થોડો સમય વિતાવ્યા પછી હું ચોક્કસપણે સમજી શકું છું કે તેમણે જે કર્યું તે શા માટે કર્યું.”
ઓબામાના નિવેદન પર નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કર્યો
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં લઘુમતીઓના અધિકારોને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદનની આકરી ટીકા કરી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે અમેરિકાએ છ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર બોમ્બમારો કર્યો હતો. આ તમામ છ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર 26,000 થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.આ સમયગાળા દરમિયાન હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. આવી સ્થિતિમાં તેમના આરોપો પર કોઈ કેવી રીતે વિશ્વાસ કરી શકે?
નાણામંત્રીએ આગળ કહ્યું કે, અમે અમેરિકા સાથે પણ સારા સંબંધ ઈચ્છીએ છીએ. પરંતુ ત્યાં પણ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો- બરાક ઓબામાના મુસ્લિમો પરના નિવેદન અંગે રાજનાથ સિંહે શું કહ્યું?