VIDEO: બેફામ દોડતી કાર કચોરીની દુકાનમાં ઘૂસી ગઈ, ટક્કર લાગતા 6ને પહોંચી ઈજા
નવી દિલ્હી, 02 એપ્રિલ: દિલ્હીના રાજપુર રોડ સિવિલ લાઈન પર સૌથી પ્રખ્યાત ફતેહચંદ કચોરીની દુકાનમાં પૂરપાટ ઝડપે દોડતી કાર ઘૂસી ગઈ હતી. બેફામ કારની અડફેટે આવતા ઘણા લોકો ઘાયલ થયા હતા. આ લોકો ઊભા રહીને કચોરી ખાતા હતા. આ ઘટના 31મી માર્ચે ભરબપોરે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કેસ નોંધીને કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપી કાર ચાલક પરાગ મૈની નોઇડાનો રહેવાસી છે.
કારે ટક્કર મારતા પાંચ લોકો ઘાયલ થયા
#WATCH | 6 people got injured after a speeding car rammed into a Kachori shop on Delhi’s Rajpur Road on March 31.
A case has been registered at PS Civil Lines and the driver of the car, Parag Maini, has been arrested and the offending vehicle has been seized. According to… pic.twitter.com/kg9OYcH1Ip
— ANI (@ANI) April 2, 2024
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો દુકાનની બહાર ઉભા રહીને કચોરી ખાઈ રહ્યા છે. એકાએક બેફામ દોડતી સફેદ મર્સિડિઝ દુકાનમાં ધડામ લઈને ઘૂસી જાય છે. આ દરમિયાન કેટલાક લોકોને કારની જોરદાર ટક્કર લાગી હતી. તો કેટલાકના જીવ તાળવે ચોંટી ગયા હતા. એટલું જ નહીં, કચોરીની દુકાનમાં ખાવાપીવાની વસ્તુઓ પણ વેરવિખેર થઈને નીચે પડી ગઈ હતી. તેમજ દુકાનના માલિકને ઘણુ નુકસાન પહોંચ્યું હતું.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે તીર્થરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વ્યવસાયે વકીલ છે અને તેની પત્ની પણ કારમાં હતી. અકસ્માત ભૂલથી થયો હતો. પ્રાથમિક તબીબી તપાસ કરતાં બહાર આવ્યું છે કે, ડ્રાઈવર દારૂના નશામાં ન હતો, જો કે લોહીના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. તેમજ વકીલનો વાહન કબ્જે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: ચોર વૃદ્ધ મહિલાનું પર્સ ખેંચીને ભાગ્યો, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી કાર્યવાહી