ટ્રેન્ડિંગનેશનલ

સટ્ટાબાજ બસ કંડક્ટર: મુસાફરોની ટિકિટના પૈસા IPLના સ્ટ્ટામાં ખર્ચી થઈ ગયો ફરાર, પછી શું થયું?

Text To Speech
  • ટિકિટના પૈસાની બેગ સમયસર જમા ન કરાવતા મામલો આવ્યો પ્રકાશમાં
  • તપાસ કરતાં જાણવા મળ્યું કે બસ કંડક્ટરે પૈસા IPL ક્રિકેટ મેચ પર સટ્ટામાં લગાવ્યા હતા

ઉત્તર પ્રદેશ, 23 એપ્રિલ: ક્રેકેટ સટ્ટાબાજનો વધુ એક પર્દાફાશ થયો છે. આ વખતે મુસાફરોની ટિકિટના રૂ. 65 હજાર રુપિયા લઈને એક કંડક્ટર ગુમ થઈ ગયો હતો. બસ કંડક્ટર મુસાફરોની ટિકિટના રુપિયા સમયસર જમા ન કરાવતા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ મુસાફરોની ટિકિટના પૈસા IPL ક્રિકેટ મેચ પર સટ્ટાબાજીમાં લગાવ્યા હતા.

પૈસા સટ્ટામાં લગાવ્યા છે કેવી રીતે ખબર પડી?

સટ્ટાબાજ બસ કંડક્ટર મુસાફરોના ટિકિટના પૈસા લઈને એક અઠવાડિયા સુધી ગુમ રહ્યો હતો, અઠવાડિયા સુધી પૈસા ન જમા કરાવતા કેસબાગ ડેપોએ ફરિયાદ કરી હતી. ત્યારે તપાસ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી અને કેસબાગ ડેપોના ડ્રાઈવરોના કહેવા પ્રમાણે જ્યારથી IPL શરુ થઈ હતી ત્યારથી કંડક્ટર પંકજ તિવારી ઘણી વખત મોબાઈલ પર સટ્ટો રમતો જોવા મળ્યો હતો.

સટ્ટાબાજ કંડક્ટરની હકીકત બહાર આવતા આ મામલામાં કેસરબાગ ડેપોના એઆરએમએ કોન્ટ્રાક્ટ બસ કંડક્ટર પંકજ તિવારીને બોલાવીને બસની ફરજ પરથી હટાવી દીધા હતા.

બસ 5 એપ્રિલે કેસરબાગથી દેહરાદૂન જતી હતી

કેસરબાગ ડ્યુટી રૂમ અનુસાર, 5 એપ્રિલે કોન્ટ્રાક્ટ બસ કંડક્ટર પંકજ તિવારી બસ લઈને દિલ્હી ગયા હતા. ત્યાંથી તે દેહરાદૂન ગયો અને 8 એપ્રિલે લખનઉ પાછો ફર્યો. આ સમય દરમિયાન લાંબા અંતરના પ્રવાસી હોવાને કારણે રોકડ થેલીમાં ઘણા પૈસા એકઠા થયા હતા. આ પૈસા 9મી કે 10મી એપ્રિલે જમા કરાવવાના હતા. પરંતુ તે રોકડની થેલી જમા કરાવવાને બદલે દસ દિવસ સુધી પૈસા લઈને ગાયબ થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન સરકારી ભંડોળનો દુરુપયોગ થયો હતો.

રોકડની થેલીઓ સમયસર જમા કરાવવાની જવાબદારી કેસરબાગ બસ સ્ટેશનના ઇન્ચાર્જ એસ.કે.ગુપ્તાની હતી. પરંતુ સ્ટેશન ઈન્ચાર્જે મામલો દસ દિવસ પેન્ડિંગ રાખ્યો હતો. કેસની માહિતી છે. કંડક્ટર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. હાલમાં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. જવાબ મળ્યા પછી ફાઇલને કાર્યવાહી માટે આરએમને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી દરમિયાન ઑનલાઇન પેમેન્ટ પર રહેશે RBIની નજર, જારી કરી આ ગાઈડલાઇન્સ

Back to top button