- વિદ્યાંજલિ યોજનાનો લાભ સરકારી, ગ્રાન્ટેડ શાળાના કરોડો વિદ્યાર્થીઓને થશે
- સીબીએસઇ બોર્ડે શિક્ષણ મંત્રાલયની વિદ્યાંજલિ યોજનાને કેન્દ્રમાં રાખીને પરિપત્ર જાહેર કર્યો
- ગ્રાન્ટેડ, સરકારી શાળાઓએ જરૂરિયાત પ્રમાણે નોંધણી કરાવવી પડશે
નવી શિક્ષણનીતિ-2020ને આધીન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, બુદ્ધિજીવીઓની સેવાનો લાભ લેવાની ભલામણ કરવામાં આવી છે. જેને આધીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિતની દેશની યુનિવર્સિટીઓમાં ‘પ્રોફેસર ઓફ પ્રેક્ટિ’નો હોદ્દો ઊભો કરીને સેવાનો લાભ લેવાની યોજના ઘડવામાં આવી છે. બીજી બાજુએ હવે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં પણ આ પ્રકારની યોજના અમલી થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળાઓમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની સેવાનો લાભ લઇ શકાય એ માટે વિદ્યાંજલિ યોજના તૈયાર કરી છે. મંત્રાલયે યોજના માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે અને સીબીએસઇ બોર્ડે તે માર્ગદર્શિકા તમામ શાળાઓને મોકલી છે.
આ પણ વાંચો: ગુજરાત: સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની આવક જાણી રહેશો દંગ
સીબીએસઇ બોર્ડે શિક્ષણ મંત્રાલયની વિદ્યાંજલિ યોજનાને કેન્દ્રમાં રાખીને પરિપત્ર જાહેર કર્યો
સીબીએસઇ બોર્ડે શિક્ષણ મંત્રાલયની વિદ્યાંજલિ યોજનાને કેન્દ્રમાં રાખીને પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, શાળા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સમુદાય અને સ્વૈચ્છિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાંજલી યોજના તૈયાર કરાઇ છે. વિદ્યાંજલિ યોજના ભારતના નાગરીકોને સક્ષમ બનાવશે. એનઆરઆઇ ભારતીય, ભારતીય મૂળના લોકો અને ભારતમાં નોંધાયેલી સંસ્થાઓ યોજનામાં ભાગ લઇ સરકારી, ગ્રાન્ટેડ શાળાઓને કોઇ પણ ખર્ચ વિના સેવા પ્રદાન કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાતીઓ માટે ઉનાળુ વેકેશન પ્રવાસ મોંઘો થશે
વિદ્યાંજલિ યોજનાનો લાભ સરકારી, ગ્રાન્ટેડ શાળાના કરોડો વિદ્યાર્થીઓને થશે
વિદ્યાંજલિ યોજનાનો લાભ સરકારી, ગ્રાન્ટેડ શાળાના કરોડો વિદ્યાર્થીઓને થશે. સ્વયંસેવક કે કોન્ટ્રીબ્યૂટર વિદ્યાંજલી પોર્ટલ પર નોંધણી કરીને તેમની પસંદગીની શાળાઓમાં શૈક્ષણિક સેવા, પ્રવૃતિ, સામગ્રી-સાધનો, અસ્કયામતોની યાદીમાં યોગદાન આપીને યોજનામાં ભાગ લઇ શકશે. શિક્ષણ-સેવાની યાદીમાં વિવિધ વિષયોનો અભ્યાસ, કળા-હસ્તકળાનું શિક્ષણ, યોગ અને રમતગમત, વ્યવસાયિક કૌશલ્યોથી માંડીને કારકિર્દી પરામર્શ, શાળાઓમાં યોજાતા કાર્યક્રમો, શિબિરનું આયોજન, વિદ્યાર્થીઓને માર્ગદર્શન, મૂળભૂત સિવિલ અને ઇલેક્ટ્રીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની સહાયનો સમાવેશ થાય છે.