ટ્રેન્ડિંગધર્મ

અષાઢ વિનાયક ચતુર્થી પર ખાસ યોગઃ જાણો પૂજા વિધિ અને મહત્ત્વ

Text To Speech
  • અષાઢ મહિનાની શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે બનશે રવિયોગ
  • પૂજાનું શુભ મુહુર્ત સવારે 10.59 વાગ્યાથી બપોરે 1.47 વાગ્યા સુધી હશે
  • ગૌરી પુત્ર ગણેશજીની વિધિ-વિધાન સાથે પૂજા  સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે

દર મહિનાની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. અષાઢ મહિનાની વિનાયક ચતુર્થી આજે એટલે કે 22 જુન 2023ના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાથી જાતકોના તમામ પ્રકારના વિધ્ન અને સંકટ સમાપ્ત થાય છે. ગણેશજીને શુભતા, બુદ્ધિ, સુખ-સમૃદ્ધિનો દેવતા માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જ્યાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભ પણ વિરાજે છે. વિનાયક ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશજીની વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જાણો વિનાયકની પૂજા વિધિ અને મહત્ત્વ અંગે.

અષાઢ વિનાયક ચતુર્થી પર ખાસ યોગઃ જાણો પૂજા વિધિ અને મહત્ત્વ hum dekhenge news અષાઢ વિનાયક ચતુર્થી 2023ના મુહુર્ત

અષાઢ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીની શરૂઆત 21 જુન બુધવારે બપોરે 3.09 વાગ્યે થશે. તેનું સમાપન 22 જુન સાંજે 5.27 મિનિટે થશે. આવા સંજોગોમાં ઉદયા તિથિને જોતા અષાઢી વિનાયક ચતુર્થીનું વ્રત 22 જુનના રોજ રાખવામાં આવશે.

પૂજા મુહુર્ત

વિનાયક ચતુર્થીના દિવસે પૂજાનું શુભ મુહુર્ત સવારે 10.59 વાગ્યાથી બપોરે 1.47 વાગ્યા સુધી હશે. આ દરમિયાન લાભ-ઉન્નતિ માટે બપોરે 12.23 વાગ્યાથી 2.08 સુધી છે. આ મુહુર્તમાં પૂજા પાઠ કરવા ઉત્તમ માનવામાં આવે છે.

અષાઢ વિનાયક ચતુર્થી પર ખાસ યોગઃ જાણો પૂજા વિધિ અને મહત્ત્વ hum dekhenge news

આ દિવસે બની રહ્યો છે રવિ યોગ

અષાઢ વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગ બની રહ્યો છે. આ યોગ સાંજે 6 વાગ્યાથી શરૂ થઇને બીજા દિવસે સવારે 4.18 સુધી હશે.

આ રીતે કરો પૂજા

આ પાવન પર્વના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં દીપક પ્રજ્વલિત કરો. ત્યારબાદ ભગવાન ગણેશ અને તમામ દેવી-દેવતાઓને સ્નાન કરાવો. ત્યારબાદ ગણેશજીને દુર્વા અર્પિત કરો. ગણેશજીનું ધ્યાન કરો અને તેમને ભોગ લગાવો. ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવો. તમે મોદક કે લાડુનો ભોગ લગાવી શકો છો. રાતે ચંદ્રમા દર્શન બાદ વ્રત ખોલો.

આ પણ વાંચોઃ ફિલ્મ આદિપુરૂષ પર પ્રતિબંધ લગાવવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

Back to top button