અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

હાપા-નાહરલગુન વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ્દ

અમદાવાદ, 3 જાન્યુઆરી, 2025: પશ્ચિમ રેલવે દ્વારા બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે હાપા અને નાહરલગુન વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે તેમજ ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ બંને નિર્ણય વિશેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

હાપા અને નાહરલગુન વચ્ચે સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટિકિટનું બુકિંગ 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) 

ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ તેજ દિવસે મધ્યરાત્રિમાં 02.06 કલાકે અને શુક્રવારે 16.00 કલાકે નાહરલગુન પહોંચશે. આ ટ્રેન 8 જાન્યુઆરી, 2025થી આગામી સૂચના સુધી 4 દિવસો સિવાય ચાલશે. આ ટ્રેન હાપાથી તારીખ 15.01.2025, 29.01.2025, 05.02.2025 અને 12.02.2025ના રોજ રદ્દ રહેશે.

એ જ રીતે, ટ્રેન નંબર 09526 નાહરલગુન – હાપા સ્પેશિયલ ટ્રેન દર શનિવારે નાહરલગુનથી 10.00 કલાકે ઉપડશે, રાજકોટ સોમવારે 22.22 કલાકે અને મંગળવારે 00.30 કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરી, 2025થી આગામી સૂચના સુધી 4 દિવસો સિવાય ચાલશે. આ ટ્રેન નાહરલગુનથી 18.01.2025, 01.02.2025, 08.02.2025 અને 15.02.2025ના રોજ રદ્દ રેહશે

આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુડી, ન્યુ મિસામારી, રંગપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09525 માટે બુકિંગ 3 જાન્યુઆરી, 2025થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ

બીકાનેર-સાદુલપુર સેકશન પર રતનગઢથી મોલીસર સ્ટેશન વચ્ચે પેચ ડબલીંગના કામ માટે નોન-ઇન્ટરલોકીંગના કામને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 20 જાન્યુઆરી અને 27 જાન્યુઆરી, 2025ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ભાવનગર ડિવિઝનના જણાવ્યા અનુસાર, રદ્દ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. 20મી અને 27મી જાન્યુઆરી, 2025ની ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ્દ રહેશે.
2. 22 અને 29 જાન્યુઆરી, 2025ની ટ્રેન નંબર 19272 હરિદ્વાર-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ્દ રહેશે.

આ પણ જૂઓ: સૌથી સસ્તી ટ્રેન ટિકિટ ક્યાંથી બુક કરાવશો? મોટાભાગના લોકો નથી જાણતા, પૈસા બચાવવા માટે આ રીત જાણો

Back to top button