નડિયાદમાં યોજાયો સ્પેશિયલ સ્પોર્ટ્સ મહાકુંભ: રેલવેના દિવ્યાંગ કર્મીએ 2 મેડલ મેળવ્યા


- પરાક્રમસિંહે રમત મહાકુંભમાં મેડલ મેળવ્યા
ભાવનગર, 20 મે 2024,દિવ્યાંગ લોકો માટે રાજ્ય કક્ષાના વિશેષ રમત મહાકુંભ 2.0 સત્ર 2023-24માં રમત ક્ષેત્રે દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કરવા રમતગમત સંકુલ નડિયાદમાં યોજાયો હતો. જેમાં ભાવનગર રેલવે ડિવિઝનના પરાક્રમસિંહ કનુભા ગોહિલે દિવ્યાંગ વર્ગ ”ડી”, વયજૂથ 16 થી 35 વર્ષ, પુરુષોની શોટ પુટ, ડિસ્કસ થ્રો અને પેરા સીટીંગ વોલીબોલની ટીમ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
દિવ્યાંગ લોકો માટે રાજ્ય કક્ષાના વિશેષ રમત મહાકુંભ 2.0 સત્ર 2023-24 16 અને 17 મે, 2024 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેરિત રમત ક્ષેત્રે દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કરવા રમતગમત સંકુલ નડિયાદમાં યોજાયો હતો. જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે દિવ્યાંગ વર્ગ ‘ડી’, વયજૂથ 16 થી 35 વર્ષ, પુરુષોની ગોલા ફેંક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. પરાક્રમસિંહ કનુભા ગોહિલ હાલમાં રેલવેમાં ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરીમાં કોમર્શિયલ વિભાગમાં ચીફ કોમર્શિયલ ક્લાર્ક તરીકે કાર્યરત છે. અગાઉ તેણે તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની દિવ્યાંગ વર્ગ ‘ડી’, વયજૂથ 16 થી 35 વર્ષ, પુરુષોની શોટ પુટ, ડિસ્કસ થ્રો અને પેરા સીટીંગ વોલીબોલની ટીમ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ‘દિવ્યાંગ સારથી ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી પ્રેક્ટિસ કરી ટ્રસ્ટ તેમજ ભાવનગર રેલવે ડિવિઝનને ગૌરવ અપાવ્યું છે. તેમના દ્વારા કુલ ઈનામની રકમ રૂ. 13000/- જીતવામાં આવેલી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ સહિત તમામ શાખા અધિકારીઓએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં તેમને મોટી સિદ્ધિઓની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો..વડોદરામાં ભયંકર ગરમી જીવલેણ બની, ગભરામણ બાદ વધુ 2 લોકોના મૃત્યુ