ગુજરાત તરફથી મહાકુંભમાં વિશેષ સેવાઃ ગાંધીનગરથી વૉટર એમ્બ્યુલન્સ પ્રયાગરાજ રવાના
ગાંધીનગર, 4 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ-૨૦૨૫માં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, પૂર્વ મેયર, કલેક્ટર મેહુલ દવે, સંગઠનના સભ્યો રત્નાકરજી, રૂચિર ભટ્ટ, કેતન પટેલ, યજ્ઞેશ દવે તેમજ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :- શું તમે સસ્તી પ્રોપર્ટી શોધી રહ્યા છો? તો સરકારે લોન્ચ કર્યું નવું પોર્ટલ BANKNET, જાણો શું છે