‘આર્ટિકલ 370’ જોવા માટે આવી ખાસ ઑફર, માત્ર 99 રુપિયામાં જોઈ શકાશે ફિલ્મ


- ‘આર્ટિકલ 370’ ફિલ્મના મેકર્સે રિલીઝના દિવસે આપી બમ્પર ઑફર
- 23 ફેબ્રુઆરીએ તમે જોઈ શકશો માત્ર 99 રુપિયામાં ફિલ્મ
મુંબઈ, 20 ફેબ્રુઆરી: યામી ગૌતમની ‘આર્ટિકલ 370’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘આર્ટિકલ 370’ની સ્ટોરી અને સ્ટાર કાસ્ટને લઈને દર્શકોમાં ભારે ચર્ચા છે. આ ફિલ્મમાં આર્ટિકલ 370 બતાવવામાં આવશે. ‘આર્ટિકલ 370’નું ટ્રેલર જોયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફિલ્મના વખાણ કર્યા છે. આ દરમિયાન, ‘આર્ટિકલ 370’ના નિર્માતાઓએ લોકોને એક ખાસ ઑફર આપી છે, ફિલ્મ રિલીઝના દિવસે જ આ ફિલ્મને તમે માત્ર 99 રૂપિયામાં જોઈ શકશો.
આર્ટિકલ 370ના નિર્માતાઓ તરફથી વિશેષ ઓફર
ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. લોકો તરફથી પણ સારી પ્રતિક્રિયા મળી રહી છે. હવે દરેક લોકો ‘આર્ટિકલ 370’ ફિલ્મની રાહ જોઈને બેઠા છે તેમના માટે એક સારા સમાચાર છે. ફિલ્મ નિર્માતાઓએ તેમના માટે બમ્પર ઓફર રજૂ કરી છે. આ ઓફર વિશે સાંભળતા જ તમે આનંદથી નાચી જશો. ખરેખર, તમે મૂવી થિયેટરોમાં માત્ર રૂ. 99માં મૂવી જોઈ શકો છો.
અહીં પોસ્ટ જુઓ:
View this post on Instagram
આ રીતે તમને આર્ટિકલ 370ની ટિકિટ માત્ર 99 રૂપિયામાં મળશે
તમે યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ રિલીઝના પહેલા દિવસે માત્ર 99 રૂપિયામાં જોઈ શકો છો. જો કોઈ પ્રથમ દિવસે ‘આર્ટિકલ 370’ જોવા માંગે છે, તો તેના માટે આ ઑફર ખૂબ ફાયદાકારક છે. તમે કોઈપણ એપ પરથી મૂવી ટિકિટ બુક કરી શકો છો. તમને ‘આર્ટિકલ 370’ ટિકિટ માત્ર રૂ.99માં મળશે. આ ઓફર માત્ર પ્રથમ દિવસ માટે છે.
આર્ટિકલ 370 વિશે
અરુણ ગોવિલ ઉપરાંત ટીવી એક્ટર કિરણ કરમરકર પણ ફિલ્મ ‘આર્ટિકલ 370’માં ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકામાં જોવા મળશે. યામીનું પાત્ર NIAમાં જોડાય છે અને કાશ્મીરમાં એક મિશન પાર પાડવાનું છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: ‘Don 3’માં રણવીર સિંહ પછી કિયારા અડવાણીની એન્ટ્રી