સ્વિગીએ ભારતીય ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ છે. સ્વિગીની શરૂયાત જુલાઈ 2014માં બેંગ્લોરમાં ચાલુ થઈ હતી. હાલ સપ્ટેમ્બર 2021 સુધીમાં 500 ભારતીય શહેરોમાં કાર્યરત છે. ફૂડ ડિલિવરી ઉપરાંત, સ્વિગી ઇન્સ્ટામાર્ટ નામ હેઠળ કરિયાણાની પણ ડિલિવરી કરે છે, અને “સ્વિગી જીની” નામની ઇન્સ્ટન્ટ પેકેજ ડિલિવરી સેવા પણ પ્રદાન કરે છે. સ્વિગીનું સંચાલન બંડલ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.
મફત અમર્યાદિત ડિલિવરી
સ્વિગી તરફથી એક નિવેદનમાં જાહેરકરવામાં આવ્યું છે કે, ‘આ પ્રોગ્રામ સાથે સંકળાયેલા સભ્યોને 10 કિમીની ત્રિજ્યામાં આવેલી તમામ રેસ્ટોરાંમાંથી ઓછામાં ઓછા રૂ. 149ના ઓર્ડરની ફ્રી અમર્યાદિત ડિલિવરી મળશે.’ કંપનીએ કહ્યું કે સ્વિગી ઈન્સ્ટામાર્ટ પર વિશેષ ઓફર હેઠળ સભ્યો હવે એક હજારથી વધુ ઉત્પાદનો પર વધુ પૈસા બચાવી શકે છે.
ત્રણ મહિના માટે 299 રૂપિયાની સબ્સ્ક્રિપ્શન ફી
આ સબ્સ્ક્રિપ્શનમાં ફળો, શાકભાજી, બાળકોના ઉત્પાદનો, વ્યક્તિગત સંભાળ, ઘર વપરાશ અને અન્ય ઉત્પાદનો સહિત દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. Swiggy અનુસાર, આ પ્રોગ્રામમાં જોડાવા માટે ગ્રાહકોએ 12 મહિના માટે 899 રૂપિયા અને ત્રણ મહિના માટે 299 રૂપિયા ચૂકવવા પડશે.
તમે 49 રૂપિયામાં સબસ્ક્રિપ્શન મેળવી શકો છો
સ્વિગી તરફથી કહેવામાં આવ્યું હતું કે કંપની 49 રૂપિયામાં પસંદગીના સબ્સ્ક્રિપ્શન્સ માટે 15 થી 30 દિવસ માટે ‘Swiggy One Trial’ ઓફર કરી રહી છે. આનો લાભ લેવા માટે ગ્રાહકોએ ‘Swiggy One મેમ્બરશિપ’ લેવી પડશે.
સ્વિગીએ ભારતીય ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ છે. સ્વિગીની શરૂયાત જુલાઈ 2014 માં બેંગ્લોરમાં ચાલુ થઈ હતી. હાલ સપ્ટેમ્બર 2021 સુધીમાં 500 ભારતીય શહેરોમાં કાર્યરત છે. ફૂડ ડિલિવરી ઉપરાંત, સ્વિગી ઇન્સ્ટામાર્ટ નામ હેઠળ કરિયાણાની પણ ડિલિવરી કરે છે, અને “સ્વિગી જીની” નામની ઇન્સ્ટન્ટ પેકેજ ડિલિવરી સેવા પણ પ્રદાન કરે છે. સ્વિગીનું સંચાલન બંડલ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.