લાઈફસ્ટાઈલ

LPG સિલિન્ડર પર આ નંબરનો અર્થ લોકોને નથી ખબર, પણ તમારે જાણવું જરુરી

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ LPG દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે, LPG સિલિન્ડરનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થાય છે. સિલિન્ડર લેતી વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મોટાભાગના લોકો એલપીજી સિલિન્ડર તેના વજન અને લીકેજની તપાસ કર્યા પછી જ લે છે, પરંતુ એક ખાસ પ્રકારનો કોડ પણ ચેક કરવો જોઈએ.

કોર્ડનો અર્થ શું થાયઃ ગેસ સિલિન્ડરની ઉપર એક ખાસ કોડ લખવામાં આવે છે. આ કોડ અક્ષરો અને સંખ્યાઓના સ્વરૂપમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કોડ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જણાવે છે. સિલિન્ડર પર લખેલા A, B, C અને Dનો અર્થ વર્ષના 12 મહિના છે, જ્યારે નંબર જણાવે છે કે આ સિલિન્ડર કેટલો સમય માન્ય છે.  વર્ષના 12 મહિનાને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. A એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જ્યારે B એટલે એપ્રિલ, મે અને જૂન. C એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઉપરાંત, ડી એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર.

આ રીતે સમજોઃ ઉદાહરણથી સમજો, જો ધારો કે સિલિન્ડરમાં A 24 લખેલું છે, તો તેનો અર્થ એ છે કે આ સિલિન્ડર જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચમાં સમાપ્ત થઈ રહ્યું છે અને 24 એટલે વર્ષ 2024માં સમાપ્ત થઈ રહ્યું છે. બીજી તરફ, જો B 23 લખેલું હોય, તો તેનો અર્થ એ થાય કે તમારું સિલિન્ડર એપ્રિલ, મે અને જૂનમાં એક્સપાયર થઈ રહ્યું છે અને 23 એટલે કે 2023માં એક્સપાયર થઈ રહ્યું છે.

કોડ તપાસવો જોઈએઃ જો તમે એક્સપાયરી ડેટ પછી પણ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે તમારા માટે ખતરનાક બની શકે છે અને અનિચ્છનીય ઘટના બની શકે છે. આ કિસ્સામાં, આ કોડ તપાસવો જોઈએ. આ સાથે, તમારે સિલિન્ડરનું ટેસ્ટિંગ અને વજન પણ તપાસવું જોઈએ.

આ પણ વાંચોઃ હવે વર્ષમાં માત્ર આટલા જ ગેસ સિલિન્ડર લઈ શકાશે, LPG માટે નવો નિયમ

Back to top button