- ટ્રાફિકને ટાળવા માટે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય
- શનિ-રવિવારે પાવાગઢ ખાતે ખાનગી વાહનો લાવવા પર પ્રતિબંધ
- પાવાગઢ ડુંગર પર જવા માટે 20 જેટલી એસટી નિગમની બસોની વ્યવસ્થા કરાઇ
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ખાનગી વાહન લઇ જનારા માટે ખાસ સમાચાર છે. જેમાં પાવાગઢ ડુંગર ઉપર ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે. ટ્રાફિકને લઈ રજૂઆતો બાદ જિ.કલેકટરનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. તેમાં ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. માચી સુધી અવરજવર માટે ST બસની વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાશ્મીરી યુવકોના RTOમાં લાઇસન્સ બનાવનારો એજન્ટ પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા
ટ્રાફિકને ટાળવા માટે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય
પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ગુજરાત સહિત દેશભરમાં મહાકાળી માતાજીના ભક્તો માટે ખાસ આસ્થાનુ કેન્દ્ર છે. જેને લઈને રોજ લાખો ભક્તો અહી દર્શન કરવા દેશભરમાંથી આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને શનિ રવિની રજાઓમાં પાવાગઢ ખાતે ભક્તોની ખાસ્સી ભીડ જોવા મળતી હોય છે. જેને કારણે ખાસ્સો ટ્રાફિક જામ થતો હોય છે. આ ટ્રાફિકને ટાળવા માટે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: GST રજિસ્ટ્રેશન પર થતુ મનીલોન્ડરિંગ અટકાવવા માટે સરકારે લીધા આકરા પગલા
શનિ-રવિવારે પાવાગઢ ખાતે ખાનગી વાહનો લાવવા પર પ્રતિબંધ
પાવાગઢમાં શનિ-રવિ થતા ટ્રાફિકને લઈ પંચમહાલ જિલ્લા કલેકટરને અનેક રજૂઆતો મળી હતી, રજૂઆતોને ધ્યાને લઈને હવે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લઈને જાહેરાત કરવામાં આવી છે કે હવે શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ખાનગી વાહનો લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે સપ્તાહમાં માત્ર શનિવાર અને રવિવારના દિવસે જ પાવાગઢ ડુંગર પર ખાનગી વાહનો નહીં લઈ જઈ શકાય. તો સાથે સાથે જિલ્લા કલેકટર દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ એક જાહેરાત કરવામાં આવી છે કે શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પાવાગઢ ડુંગર પર જવા માટે 20 જેટલી એસટી નિગમની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે માચી સુધી અવરજવર માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિનેટીક રોગોનું નિદાન-ઉપચાર શરૂ, જાણો કેવી રીતે મળશે સુવિધા
બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પર પ્રતિબંધ
બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ખાનગી વાહનો અને પેસેન્જરમાં હેરાફેરી કરતી ખાનગી જીપને લઈ ટ્રાફિક જામ થવાની સાથે સાથે એસટી બસ સેવા બંધ થઈ ગઈ હતી. તો એસટી વિભાગ દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ભારે ટ્રાફિકને કારણે બે દિવસ એસટી સેવા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે ખોરવાતી ટ્રાફિક વ્યવસ્થાને લઈ ઉઠેલી રજૂઆતો બાદ જીલ્લા કલેકટરે મહત્વપૂર્ણ નિર્ણય લઈને ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.