જાન્યુઆરીથી રોપ-વે સેવા છ દિવસ માટે બંધ રહેશે. આથી પાવાગઢ જતા ભક્તજનોએ પગથિયા ચઢીને મંદિર સુધી પહોચવું પડશે. મંદિર સુધી લઈ જતો રોપ-વે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવશે. પાવાગઢમાં તહેવારોમાં તેમજ રવિવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પાવાગઢના દર્શન માટે સતત રોપ-વેનો ઉપયોગ થતો હોય છે. આથી રોપ-વે ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક મેઇન્ટેનન્સ કરતી હોય છે તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ રોપ-વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: અમિત શાહે આ વિસ્તારને 3 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે. તથા રોપ-વે અગાઉ ભારે પવનને કારણે બંધ રાખવામાં આવ્યો હતો. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં ભારે પવન ફૂંકાવાને પગલે 5 જાન્યુઆરી રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ નિર્ણય લીધો હતો કે પાવાગઢમાં રોપ-વે સેવા બંધ રાખવામાં આવે. જોકે તે સમયે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. રોપ-વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે ભારે પવનમાં રોપ-વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ, કિડની વેચીને નાણાં વસુલીની ધમકી
થોડા સમય પહેલા અંબાજી રોવ-પેનું કરવામાં આવ્યું મેઇન્ટેનન્સ
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે રોપ-વે મેઇન્ટેનન્સના કામ માટે પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જે 14 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું રોપ-વે સેવા બંધ હતી પરંતુ ભાવિકોએ પગપાળા જઈને ગબ્બર દર્શન તેમજ અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે ગબ્બર ઉપર જવાના 999 પગથિયા છે જ્યારે ઉતરવા માટેના 765 પગથિયાં છે.