

- VIP દર્શનનો નિર્ણય પાછો ખેચશે ટેમ્પલ કમિટી: સૂત્ર
- પૂનમના બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાની ટેમ્પલ કમિટી કરશે જાહેરાત :સૂત્ર
- નડિયાદ ખાતે કરવામાં આવ્યુ હતુ મીટીગનું આયોજન
રાજ્યમાં સૌથી પહેલાં ડાકોરના મંદિરમાં VIP દર્શનનો નિર્ણય શરૂ થવાની સાથે જ અટકી શકે છે. નડિયાદ ખાતે ટેમ્પલ કમિટીના ચેરમેન પરેન્દુ ભગત તેમજ નવા નિમાયેલ ટ્રસ્ટી ભરત ખંભોળજા દ્વારા નડિયાદ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાસરા તાલુકાના સરપંચ તેમજ હિંન્દુ સંગઠનોને સાથે મંદિર ટેમ્પલ કમિટીએે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી
રૂપિયા 500 અને 250 નો નિર્ણય પૂનમ પછીના બીજા દિવસે પાછો લઇ શકે તેમ છે
આ વચ્ચે રૂપિયા 500 અને 250 નો નિર્ણય પૂનમ પછીના બીજા દિવસે પાછો લઇ શકે તેમ છે. તેમજ તમામની સાથે મંદિરમાં ધજા ચઢાવવામાં આવશે. મીટિંગમા ખીજલુરના સરપંચ તેમજ હિંન્દુ સંગઠનના મિલનભાઈએ જણાવ્યું હતુ કે અમોને નડિયાદ ખાતે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. પૂનમના બીજે દિવસે VIP દર્શનનો રૂપિયા 500 અને 250 નો નિયમ બંધ કરી દેવામાં આવશે તેવી ડાકોર ટેમ્પલ કમિટીએ બાહેંધરી આપેલ છે.
VIP દર્શનનો નિર્ણય પરત લેવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે
ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પરત લેવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. પૂનમ બાદ નિર્ણય પરત લેવાના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શનના વિવાદમાં દર્શનના ચાર્જની સાથે સાથે સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ જ હોવી જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે, આ સાથે જ બોડાણાજીનું પુરાતન મંદિર વિકસાવવાની રજૂઆત કરાઈ છે. તો સાથે જ ગોમતીજીની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે તેવી માંગણી પર પણ ચર્ચા કરાશે.