ટ્રેન્ડિંગવિશેષ

એક્ઝામ પેપરમાં વિધાર્થીઓ માટેની વિશેષ સુચના થઈ વાયરલ જાણો તમે પણ

HD ન્યુઝ ડેસ્ક, 23 એપ્રિલ: સોશિયલ મીડિયામાં એવું જોવા મળે છે કે જે ક્યાં ન જોવા મળે કેમ કે મોટાભાગનું યુવાધન રીયલ લાઈફ કરતા સોશિયલ મીડિયામાં વધારે રચ્યા પચ્યા હોય છે. અને રોજરોજે કંઈકને કંઈન નવું વાયરલ કરતા હોય છે. હાલમાં જ એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ  પોસ્ટ એક એક્ઝામ પેપરની છે જેમાં સામાન્ય રીતે તમે એક્ઝામ પેપરમાં પ્રશ્નો સંબંધિત સુચનાઓ આપવામાં આવતી હોય છે પણ વાયરલ પોસ્ટમાં પેપર સેટરે ખાસ સુચના આપી છે જે તમે આજ સુધી સાંભળી નહી હોય. તમે આજ સુધી ઘણા એવા પ્રકારના એક્ઝામ પેપર જોયા હશે.  પણ આ વિશેષ પેપરને જોયા પછી તમે પણ ખડખડાટ હસી પડશો. જુઓ આ પોસ્ટમાં એવું તો શું લખ્યું છે કે જેને વાંચીને રમુજ ઉત્પન્ન થાય છે.

 

વાયરલ થયું એક્ઝામ પેપર

અત્યાર સુધી તમે એવા પેપરો જોયા હશે, જેમાં સુચના લખેલી હોય છે. આ સુચનાઓમાં એવું લખ્યું હોય છે કે અહીં કુલ અમુક પ્રશ્નો આપવામાં આવ્યા છે જેમાંથી તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જેના કુલ માર્ક્સ અમુક હશે અને તમારે તેને અમુક સમય મર્યાદામાં પુરું કરવાનું રહેશે. કંઈક આ પ્રકારની સુચનાઓ તમે સામાન્ય રીતે એક્ઝામ પેપરમાં જોઈ હશે. પણ વાયરલ થઈ રહેલા આ પેપરમાં પેપર સેટરે ખાસ વિધ્યાર્થીઓ માટે અલગથી બે પોઈન્ટ જોડ્યા હતા. જેને વાંચીને તમને પણ વિદ્યાર્થીઓ પર દયા આવી જશે અને સાથે હસવું પણ આવશે. પોસ્ટમાં પેપરમાં લખેલું જોવા મળે છે કે, રોવાની છુટ છે પણ ધીમેથી રોવાનું અને બીજા  પોઈન્ટમાં લખ્યું છે કે, પેપર પર આંસ લુછવા નહીં.

રમુજી પોસ્ટમાં કોમેન્ટો પણ ભરપુર મળી

આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર Chemisphere.in નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે આ પોસ્ટ શેર કરતાની સાથે જ 6 લાખ 71 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. પોસ્ટને જોયા પછી એક યુઝરે કોમેન્ટ કરી છે કે,’ આ 100 ટકા એન્જીનિયરીંગની પરિક્ષા લાગે છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘આ વ્યક્તિએ તેઓને બરાબર બળતરા કરાવવા માંગતો હતો’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘આ ફિઝીક્સ કે એન્જીનિયરીંગનું જ પેપર હોવું જોઈએ’. જ્યારે એકે યુઝરે  તોઅંદાજો લગાવતા કહ્યું હતું કે, ‘એટલા માટે જ મોટાભાગની પરિક્ષાઓ ઓનલાઈન હોય છે.’

આ પણ વાંચો: 51 લાખની નોટોનો હાર પહેરવવા માટે વરરાજાને સીડીથી ધાબા પર ચડાવ્યો

Back to top button