લો બોલો! આવા કેવા બૉસ? ટાર્ગેટ પૂરો કરવા કર્મચારીઓને લેવડાવી પ્રતિજ્ઞા, વીડિયો વાયરલ
- ઘણી ઓફિસોમાં એવું જોવા મળે છે કે બૉસ તેમના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને ટાર્ગેટ પૂરો કરવાના ઉપાયો જણાવે છે, પરંતુ શું તમે આવા બૉસ ક્યારેય જોયા છે, જે ટાર્ગેટ પૂરો કરવા કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવતા હોય?
29 માર્ચ, નવી દિલ્હીઃ દરેક ઓફિસમાં કામ કરવાના નિયમો અને રીત અલગ-અલગ હોય છે. કેટલીક ઓફિસોમાં કામનો કોઈ ટાર્ગેટ હોતો નથી તો કેટલીક ઓફિસોમાં ટાર્ગેટ રાખવામાં આવે છે. મોટાભાગની ઓફિસોમાં કર્મચારીને દર મહિને એક ટાર્ગેટ આપવામાં આવે છે, જે તેણે પૂરો કરવાનો હોય છે. જો કોઈ કર્મચારી ટાર્ગેટ પૂરો ન કરે તો તેનો ક્લાસ લેવામાં આવે છે. આ ટાર્ગેટને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી લોકો ખૂબ હસી રહ્યા છે.
વીડિયોમાં શું છે?
ઘણી ઓફિસોમાં એવું જોવા મળે છે કે બોસ તેમના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને ટાર્ગેટ પૂરો કરવાના ઉપાયો જણાવે છે, પરંતુ શું તમે આવા બોસ ક્યારેય જોયા છે, જે ટાર્ગેટ પૂરો કરવા કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવતા હોય? વાયરલ વીડિયોમાં બોસ પોતાના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો કરવા માટે શપથ લેવડાવતા જોવા મળે છે. તે જે બોલી રહ્યા છે, કર્મચારીઓ તેનું પુનરાવર્તન કરી રહ્યા છે. બોસ કહે છે, ‘અમે શપથ લઈએ છીએ કે માર્ચ મહિના માટે અમે 110% લક્ષ્ય સુધી પહોંચીશું. આ માટે અમે અમારી તમામ તાકાત લગાવી દઈશું.
View this post on Instagram
વીડિયો થયો વાયરલ
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર marketingmotivationn નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વીડિયોને 4.4 મિલિયન વ્યૂઝ અને 66 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકો ફની કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- હું 110% જ હસ્યો હોત. અન્ય યુઝરે લખ્યું- હું લેખિતમાં આપું છું, કોઈ કરી શકશે નહીં. ત્રીજા યુઝરે લખ્યું અમે પ્રતિજ્ઞા લેતા નથી. અન્ય એક યુઝરે લખ્યું આ બધું કરવા કરતાં કામ જ કરી લીધું હોત તો વધુ સારું કર્યું હોત.
આ પણ વાંચોઃ પુલકિત સમ્રાટે નવી દુલ્હન માટે બનાવ્યો હલવો, શું હતું કૃતિનું રિએક્શન?