ટ્વિટર પરથી ઉડી ગઈ ચકલી; મસ્કે નામમાં પણ કર્યો ફેરફાર
હમ દેખેગે ડેસ્ક ન્યૂઝ: જ્યારથી એલોન મસ્કના હાથમાં ટ્વિટર ગયું છે ત્યારથી દિવસેને દિવસે કંઈકને કંઈક બદલાવ લાવતા હોય છે. ત્યારે હવે એલોન મસ્કે મોટી જાહેરાત કરી હતી, જેમાં ટ્વિટરમાં જે ચકલી હતી તે આજથી જ ઉડાડી દેવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બીલકુલ સાચી વાત છે. એલોન મસ્કે કહ્યું હતું કે ટ્વિટરના લોગોમાં બદલાવ આવશે તે રીતે જ તેમણે આજથી જ ચકલીને ઉડાડી દિધી છે.
હવે ટ્વિટરમાં ચકલીની જગ્યાએ તમને અંગ્રેજી અક્ષર “X” નો લોગો જોવા મળશે. લોગાની સાથે એલોન મસ્કે વેબસાઈડ પણ બદલી દિધી છે. જે હવે ગુગલમાં X.COM લખવાથી પણ ટ્વિટર જ ખુલશે.
https://t.co/bOUOek5Cvy now points to https://t.co/AYBszklpkE.
Interim X logo goes live later today.
— Elon Musk (@elonmusk) July 23, 2023
કેમ એલોન મસ્કે X નો જ લોગો પસંદ કર્યો?
X લાવવા પાછળ ઇલોન મસ્કની મોટી યોજના છે, વ્યાપક રીતે કહીએ તો તેમણે આ પ્લેટફોર્મથી મહત્તમ આવક ઊભી કરવી પડશે.
મસ્કે ટ્વિટર ખરીદતી વખતે જ પોતાનો પ્લાન સ્પષ્ટ કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ટ્વિટર ખરીદવું એ Xની શરૂઆત તરફ એક મોટું પગલું સાબિત થશે.
ટ્વિટર ઘણા સમયથી ખોટમાં છે અને ઇલોન મસ્કે તેને ઘણા પૈસા આપીને ખરીદ્યું છે, તેથી દેખીતી રીતે તે પણ ઘણા પૈસા કમાવવા માંગશે, પરંતુ તે એ પણ જાણે છે કે આ કામ ફક્ત ટ્વિટરથી થઈ શકે નહીં, તેથી તેણે તેની વ્યૂહરચના અનુસાર મોટા ફેરફારો કરવાનું શરૂ કર્યું છે. ટ્વિટર બ્લુની ચકાસણી અને પરિચય માટે પહેલા પૈસા અને હવે આ નવો દાવ રમ્યો છે.
આ પણ વાંચો: હવે ટ્વિટ જોતા તમારુ ખિસ્સું ખાલી થશે, જાણો ટ્વિટરના નવા નિયમ