ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

SpaceXના સુપર હેવી રોકેટનું પાણીમાં લેન્ડિંગ! થયો વિસ્ફોટ, જૂઓ વીડિયો

Text To Speech
  • ટેસ્ટ ફ્લાઇટના દરિયામાં સોફ્ટ લેન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

નવી દિલ્હી, 20 નવેમ્બર: SpaceXની છઠ્ઠી સ્ટારશિપની ટેસ્ટ ફ્લાઇટનું દરિયામાં સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે મેક્સિકોના અખાતમાં ઉતર્યા બાદ વિસ્ફોટ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટને કલેક્ટિવલી સ્ટારશિપ કહેવામાં આવે છે. આ પરીક્ષણમાં, બૂસ્ટરને લોન્ચ કર્યા પછી લોન્ચપેડ પર કેચ કરવાનો હતો, પરંતુ તમામ પેરામીટર યોગ્ય ન હોવાને કારણે, તેને પાણીમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જૂઓ રોકેટના લેન્ડિંગનો વીડિયો

 

આ રોકેટ સ્ટારશિપને ભારતીય સમય અનુસાર સવારે 3.30 વાગ્યે ટેક્સાસમાં SpaceXની સ્ટારબેઝ સુવિધાથી લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે સફળતાપૂર્વક ઉપડ્યું. પરંતુ લોન્ચપેડ પર પાછા ફરવામાં નિષ્ફળ જતાં તેને પાણીમાં ઉતરવાની ફરજ પડી હતી.

SpaceXની પાંચમી સ્ટારશિપના લોન્ચિંગ અને લેન્ડિંગે રચ્યો હતો ઈતિહાસ

મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા SpaceXની પાંચમી સ્ટારશિપના લોન્ચિંગ અને લેન્ડિંગે ઈતિહાસ રચ્યો હતો. લોન્ચિંગ અગાઉના ચાર સ્ટારશિપ રોકેટ જેવું હતું પરંતુ લેન્ડિંગ ખાસ હતું. આ વખતે સ્ટારશિપનું બૂસ્ટર એટલે કે પ્રથમ સ્ટેજ દરિયામાં તરતા પ્લેટફોર્મ કે લોન્ચપેડ પર ઉતર્યું ન હતું. તેને જમીનને સ્પર્શ પણ કર્યો ન હતો. આ પહેલા જ લોન્ચપેડના મિકેનિકલ આર્મ્સ Mechazillaએ હવામાં તેને પકડી લીધું હતું. ભવિષ્યમાં, SpaceX તેના લોન્ચિંગમાં આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.

Back to top button