SpaceXએ રચ્યો ઈતિહાસ! જ્યાંથી લોન્ચ થયું હતું રોકેટ ત્યાં જ થયું લેન્ડિંગ
- Starship રોકેટનું પાંચમું લોન્ચિંગ સફળ રહ્યું, જેમાં કોઈ વિસ્ફોટ થયો નહીં
HD ન્યૂઝ ડેસ્ક, 14 ઓક્ટોબર: SpaceXની પાંચમી સ્ટારશિપના લોન્ચિંગ અને લેન્ડિંગે ઈતિહાસ રચ્યો છે. Starship રોકેટનું પાંચમું લોન્ચિંગ સફળ રહ્યું હતું. તેનો ક્યાંય વિસ્ફોટ થયો નથી. મેક્સિકોના અખાતમાં સરળતાથી ઉપર ગયું અને પરત ફરતી વખતે, તેને લોન્ચ પેડના મિકેનિકલ આર્મ્સે હવામાં પકડી લીધું. તેનો અર્થ એ કે, બૂસ્ટર સંપૂર્ણપણે જમીન પર ઉતર્યું ન હતું. તે લોન્ચ પેડના આર્મ્સમાં લટકી ગયું. SpaceX ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યું હતું.
અગાઉના ચાર સ્ટારશિપ રોકેટની જેમ આ લોન્ચિંગ સામાન્ય હતું પરંતુ લેન્ડિંગ ખાસ હતું. આ વખતે સ્ટારશિપનું બૂસ્ટર એટલે કે પ્રથમ સ્ટેજ દરિયામાં તરતા પ્લેટફોર્મ કે લોન્ચ પેડ પર લેન્ડ થયું નહીં. તે જમીનને પણ સ્પર્શ કરી શક્યું નહીં, તે જમીનને સ્પર્શ કરે તે પહેલા જ લોન્ચ પેડના મિકેનિકલ આર્મ્સ Mechazilla તેને હવામાં પકડી લીધું. ભવિષ્યમાં, SpaceX તેના લોન્ચિંગમાં આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.
જૂઓ રોકેટનો વીડિયો
The tower has caught the rocket!!
pic.twitter.com/CPXsHJBdUh— Elon Musk (@elonmusk) October 13, 2024
બૂસ્ટર પણ અંતરીક્ષમાંથી એવી રીતે આવ્યું જાણે કે તેણે આ હાથોમાં રહેવું હોય. જેવુ આ બૂસ્ટર આવ્યું અને લોન્ચ પેડની આર્મમાં ઉતરી ગયું, SpaceXના કર્મચારીઓએ ચીસો પાડવા લાગ્યા. ઈલોન મસ્કે તેના X હેન્ડલ પર લખ્યું કે, ટાવરે રોકેટને પકડી લીધું. આ ખતરનાક અને નવા લેન્ડિંગનો નિર્ણય આ મિશનના ફ્લાઇટ ડિરેક્ટરનો હતો.
એક નાની ભૂલથી પ્રથમ ચાર સ્ટારશિપની જેમ વિસ્ફોટની સંભાવના
ફ્લાઇટ ડિરેક્ટરે નક્કી કરવાનું હતું કે, રીઅલ ટાઇમ બૂસ્ટર કેટલી સ્પીડ પર નીચે ઉતરશે. કેટલું ફરશે જેથી મિકેનિકલ આર્મ્સ તેને પકડી શકે? મેન્યુઅલ કંટ્રોલ લેવો કે નહીં. સ્પેસએક્સે પાછળથી કહ્યું કે, બૂસ્ટર અને લોન્ચ ટાવર બંનેને મજબૂત સ્થિર સ્થિતિની જરૂર છે. જેની તૈયારીઓ ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. જો આ લોન્ચિંગ સફળ ન થયું હોત, તો પ્રથમ ચાર સ્ટારશિપની જેમ, તેનો પણ મેક્સિકોના અખાતમાં વિસ્ફોટ થયો હોત.
રેટ્રો એન્જિન દ્વારા નિયંત્રિત, એક કલાકની ફ્લાઇટ સાત મિનિટમાં પૂરી
સદભાગ્યે બધું બરાબર થયું. સ્ટેનલેસ સ્ટીલના બનેલા સ્પેસક્રાફ્ટ પર રેટ્રો એન્જિન લગાવવામાં આવ્યા. જે તેને નીચે આવવામાં મદદ કરે છે. તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અગાઉ આ ફ્લાઇટ એક કલાકની હતી. પરંતુ રોકેટ હિન્દ મહાસાગરની ઉપર પર સરળતાથી ગયું. બૂસ્ટર પાછું ફર્યું અને લોન્ચ પેડની આર્મ્સમાં સેટ થઈ ગયું.
ફાલ્કન-9 રોકેટનો ઉપયોગ પણ સંપૂર્ણપણે રીયૂઝેબલ
છેલ્લા 9 વર્ષથી, SpaceX ફાલ્કન-9 રોકેટના પ્રથમ તબક્કાના બૂસ્ટરનો રિયૂઝ કરી રહ્યું છે. તે સ્ટારશિપ માટે પ્રથમ વખત હતું. અંતરીક્ષયાત્રીઓ ફાલ્કન રોકેટ દ્વારા અંતરીક્ષ સ્ટેશન પર આવતા-જતા રહે છે. તેના બૂસ્ટરને દરિયામાં તરતા પ્લેટફોર્મ પર ઉતારવામાં આવે છે. તેઓ હજુ લોન્ચ પેડના આર્મ્સમાં ફસાયા નથી. શક્ય છે કે, ભવિષ્યમાં તેમની સાથે સમાન ટેસ્ટિંગ થાય.
આ પણ જૂઓ: Olaના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલની વધી મુશ્કેલી, કેબ સર્વિસ પર સરકારની ચાંપતી નજર