એજ્યુકેશનનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ્પેશ સાયન્સ:નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની અંતરિક્ષ યાત્રા વિશેની રસપ્રદ બાબતો જાણો

Text To Speech

અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (James Web Space Telescope) પૃથ્વીથી લગભગ 1 મિલિયન માઇલ દૂર યાત્રા કરીસૂર્યની આસપાસ ભ્રમણકક્ષામાં તેના ગુરુત્વાકર્ષણ સ્થળ પર સ્થિર થઈ ચુક્યું છે.અમેરિકન સ્પેસ એજન્સી NASAએ એના નવા જેમ્સ વેબ ટેલિસ્કોપને સફળતા પૂર્વક લોન્ચ કર્યું છે. જેમ્સ વેબનું લોન્ચિંગ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ સાથે મળીને કર્યું હતુ. નાસાનું આ નવું સ્પેસ ટેલિસ્કોપ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બહુ મોટી સફળતા માનવામાં આવે છે કારણ કે, આ અત્યાધુનિક સ્પેસ ટેલિસ્કોપ નવા તારા, ગ્રહો, આકાશગંગા, બ્લેક હોલ, એસ્ટેરોઇડની શોધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અત્યાર સુધી નાસાનું હબલ ટેલિસ્કોપ અવકાશની અદભૂત ઘટનાઓેને કેપ્ચર કરીને પૃથ્વી પર મોકલતું હતું, પરંતુ હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે હબલનું સ્થાન લીધુ છે.

Discover Interesting Facts About NASA's James Webb Space Telescope Space Travel
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

જેમ્સ વેબના નિર્માણમાં 10 હજાર વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું
ફ્રેન્ચ ગુએના સ્થિત કોરોઉ લોન્ચ સ્ટેશનથી એરિયન-5ઈસીએ રોકેટના માધ્યમથી જેમ્સ વેબ ટેલિસ્કોપને લોન્ચ કર્યું હતું. જે પૃથ્વીથી દૂર 15 લાખ કિમીની ઊંચાઇએ સ્થિર થયું છે. જેમ્સ વેબના નિર્માણમાં 10 હજાર વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યાનું માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે આ અત્યાધુનિક વેબ ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડની ઉત્પત્તિ અને એલિયન્સના અસ્તિત્વ જેવા રહસ્યોને ઉકેલવામાં મદદ મળશે. નાસાના આ નવા ટેલિસ્કોપમાં એક ગોલ્ડન મિરર લાગ્યો છે જેની પહોળાઇ આશરે 21.32 ફૂટ છે. આ મિરર બેરેલિયમથી બનેલા 18 ષટકોણને જોડીને તૈયાર કરાયો છે. જેના દરેક ટૂકડા પર 48.2 ગ્રામ સોનાની પરત લગાવવામાં આવી છે. જેમ્સ વેબ ટેલિસ્કોપના નિર્માણમાં કુલ 10 અબજ ડોલર (આશરે 73,616 કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે.

Space Science: Discover Interesting Facts About NASA's James Webb Space Telescope Space Travel
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

જેમ્સ વેબ ટેલિસ્કોપ 20 વર્ષ સુધી અવકાશમાં કાર્યરત રહેશે
નાસાના વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ ટેલિસ્કોપના અરીસા અંગે માહિતી આપી હતી. વેબ પ્રોજેક્ટ મેનેજર બિલ ઓક્સે જણાવ્યું હતું કે, “જ્યારે અમે લોન્ચિગ કર્યું ત્યારે અમારી ડિઝાઇન દ્વારા મર્યાદિત સંસાધન પ્રોપ્લાન્ટ હતું. હાલમાં એરિયન 5 હેવી રોકેટની ચોકસાઈને જોતાં અમારી પાસે ટકી રહેવા માટે લગભગ 20 વર્ષનું બળતણ છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ 20 વર્ષ સુધી અવકાશમાં કાર્યરત રહેશે. આ દરમિયાન તે બ્રહ્માંડના ઘણા રહસ્યો ઉપરથી પરદો ખોલી આપશે. જેમ્સ વેબ ટેલિસ્કોપને હબલ સ્પેસ ટેલિસ્કોપનો (Hubble Space Telescope) અનુગામી માનવામાં આવે છે, જે 30 વર્ષથી અવકાશ વિશે માહિતી એકત્ર કરી રહ્યું છે.

Space Science: Discover Interesting Facts About NASA's James Webb Space Telescope Space Travel
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડના ઘણા રહસ્યો પરથી પરદો ખોલી આપશે
જેમ્સ વેબ ટેલિસ્કોપને તૈયાર કરવામાં અને લોન્ચ કરવામાં 20 વર્ષનો સમય લાગ્યો છે. આ પૃથ્વીથી લગભગ 1 મિલિયન માઇલ દૂર યાત્રા કરી જેમ્સ વેબ ટેલિસ્કોપ સૂર્યની આસપાસ ભ્રમણકક્ષામાં તેના ગુરુત્વાકર્ષણ સ્થળ પર પહોંચી ચુક્યું છે. બ્રહ્માંડમાં રહેલી આકાશગંગાને શોધવા માટે તેની અદ્યતન ઇમેજિંગ તકનીકનો ઉપયોગ કરાશે.જો જેમ્સ વેબ ટેલિસ્કોપ તેના મિશનમાં સફળ થશે તો તે ખગોળશાસ્ત્રીઓને સમયમાં પાછળ જોવાની તક આપશે. ખગોળશાસ્ત્રીઓ લાખો વર્ષો પહેલા તારાવિશ્વ કેવા દેખાતા હતા તે જોઈ શકશે. વાસ્તવમાં, હબલ ટેલિસ્કોપ 1990માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે 15 વર્ષ સુધી કાર્યરત રહેવાની અપેક્ષા હતી. પરંતુ તે હજુ પણ કામ કરી રહ્યું છે અને તે 2040 સુધી કામ કરે તેવી શક્યતા છે. લોન્ચ થયાના 40 દિવસ પછી આ અત્યાધુનિક ટેલિસ્કોપ અવકાશનો પહેલો ફોટો ખેંચશે. આ સ્પેસ ટેલિસ્કોપ હબલથી તદન અલગ છે. ખામી થવા પર પૃથ્વી પરથી જ એની મરામત કરી શકાય છે. સ્પેસ ટેલિસ્કોપ હબલની જેમ જેમ્સ વેબ પણ લાંબા સમય સુધી અવકાશમાં કાર્યરત રહેશે. અવકાશી ઘટનાઓ પર નજર રાખશે અને બ્રહ્માંડના ઘણા રહસ્યો પરથી પરદો ખોલી આપશે

Back to top button