અવકાશ – બ્રહ્માંડ સંબંધે તમે કેટલાં રહસ્ય જાણો છો, ચાલો ચકાસીએ
HD ડેસ્ક, 05 ડિસેમ્બર : અવકાશ સાથે જોડાયેલાં રહસ્યો જાણવા માટે કોઈ ને કોઈ પરિક્ષણ કરતું જ રહે છે, કે અવકાશ કઈ રીતે કાર્ય કરે છે? ત્યાં શું રહેલું છે? આવા અનેક સવાલો આપણા મગજમાં વારંવાર આવતા જ રહેતા હોય છે. જે માટે આજે અમે તમને અવકાશ સંબંધિત કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ અજાણ હશો…
– જો તમે અવકાશમાં કોઈની સામે ઊભા રહીને જોરથી બૂમો પાડશો તો પણ તે તમારો અવાજ સાંભળી શકશો નહીં.
– નેપ્ચ્યુનને સૂર્યની આસપાસ ફરતા લગભગ 165 વર્ષ લાગે છે.
– એક વર્ષમાં પૃથ્વી પર જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે તેટલી ઊર્જા સૂર્યમાંથી દર કલાકે પૃથ્વી પર આવે છે.
– ચંદ્રપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં લગભગ 1.3 સેકન્ડ લાગે છે.
– અવકાશમાંનું જીવન પૃથ્વી પરના જીવન કરતાં ઘણું અલગ છે.
– અવકાશયાત્રીઓ તેમના નખ કાપી શકતા નથી, કૂકીઝ ખાઈ શકતા નથી અથવા સ્નાન કરી શકતા નથી.
– અવકાશમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ છે. ત્યાં, પૃથ્વીની સરખામણીમાં 89 ટકા ઓછું ગુરુત્વાકર્ષણ અનુભવાય છે.
– અવકાશમાં તમે તમારા શરીરનું વજન અનુભવી શકતા નથી.
– અવકાશમાં સૂવા માટે વ્યક્તિએ પોતાની જાતને સ્લીપિંગ બેગમાં લપેટી લેવી પડે છે.
– 10 લાખ પૃથ્વી સૂર્યની અંદર સમાઈ શકે છે.
– સૂર્યને સરેરાશ કદનો તારો માનવામાં આવે છે.
– સ્પેસ સૂટ બનાવવા માટે 12 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 77 કરોડને 70 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
– જો અવકાશમાં ધાતુના બે ટુકડા એકબીજાને સ્પર્શે છે, તો તેઓ કાયમ માટે જોડાઈ જાય છે.
– પૃથ્વી પરથી આકાશ વાદળી દેખાય છે, પરંતુ અવકાશયાત્રીઓને તે કાળું દેખાય છે.
– જ્યારે અવકાશમાંથી સૂર્ય જોવામાં આવે તો તે કાળો દેખાય છે.
– જો કોઈ માણસને કોઈપણ સલામતી વગર અવકાશમાં છોડી દેવામાં આવે તો તે માત્ર 2 મિનિટ માટે જ જીવિત રહી શકે છે.
– અવકાશયાત્રીઓએ બંક બેડમાં આંખે પાટા બાંધીને સૂવું પડે છે.
– અવકાશમાં ગુરુત્વાકર્ષણના અભાવે નબળાઈ આવે છે અને અંતરિક્ષમાં જનાર દરેક વ્યક્તિ સાથે આવું થાય છે.
– અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે, અવકાશયાત્રીઓ તેમના ખોરાક પર મીઠું અથવા મરીનો છંટકાવ કરી શકતા નથી.
આ પણ વાંચો : વિજ્ઞાનના કેટલાક આશ્ચર્યજનક તથ્ય…