અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવીડિયો સ્ટોરી
સ્પાના માલિક દ્વારા મહિલા કર્મચારી સાથે અમાનવીય મારપીટ


અમદાવાદઃ ગુજરાતમાં હાલ 27 સપ્ટેમ્બરને બુધવારની મોડી સાંજે એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક જાહેર માર્ગ ઉપર એક યુવક યુવતીની અત્યંત અમાનવીય રીતે મારપીટ કરી રહ્યો છે.
એક વરિષ્ઠ ટીવી પત્રકારે આ વીડિયો તેમના સોશિયલ મીડિયા ઉપર શૅર કરીને લખ્યું છે કે, આ ઘટના અમદાવાદની છે. શહેરના સિંધુભવન રોડ ઉપર આવેલા એક સ્પાની બહારનો વીડિયો હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે. એ અહેવાલ અનુસાર સ્પામાં કામ કરતી એક યુવતીને એ સ્પાનો માલિક અમાનવીય રીતે મારી રહ્યો છે.
વીડિયોમાં દેખાય છે કે, અન્ય એક વ્યક્તિ એ યુવતીને બચાવવા પ્રયાસ કરે છે, પરંતુ સ્પાનો માલિક એ હદે ક્રુર બનેલો છે કે તે યુવતીની બેરહેમીથી મારપીટ ચાલુ રાખે છે.
આ અહેવાલ મુજબ અમદાવાદ પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને તત્કાળ સ્થળે પહોંચી જઇને તપાસ શરૂ કરી છે.