મુંબઈ એરપોર્ટના સ્પા મેનેજરે રુપિયા 48 લાખની કરી છેતરપિંડી


મુંબઈ એરપોર્ટ છેતરપિંડી: મુંબઈ એરપોર્ટ પર સ્પાના મેનેજરે રૂ. 48 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. મેનેજરે તેનો QR કોડ બિલિંગ કાઉન્ટર પર મૂકી દિધો હતો. આ પછી તેના ખાતામાં તમામ વ્યવહારો થઈ રહ્યા હતા. મુંબઈ પોલીસે ઓનલાઈન પેમેન્ટ માટે બિલિંગ ડેસ્ક પર QR કોડ બદલવા અને રૂ. 48 લાખની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે.
સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આરોપી સ્પા મેનેજરે કથિત રીતે QR કોડ બદલ્યો હતો. આ પછી જે પણ પૈસાની લેવડદેવડ થતી હતી તે તેના ખાતામાં થતી હતી. ધીમે-ધીમે 48 લાખ રૂપિયા સ્પા મેનેજરના ખાતામાં પહોંચ્યા.
આ મામલાની માહિતી મળ્યા બાદ સ્પા કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલાની તપાસ કરી હતી, જેમાં 48 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ પછી આરોપીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ સાથે તેને એરપોર્ટ પહોંચવા માટે આપેલું કાર્ડ પણ તેની પાસેથી પાછું લઈ લેવામાં આવ્યું હતું.
આ મામલે સ્પા કંપનીના અધિકારીની ફરિયાદના આધારે સોમવારે આરોપી મેનેજર વિરુદ્ધ આઈપીસીની કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા) સહિત સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ચીનના નકશાના દાવાઓ પર હુમલો ! પૂર્વ સેના પ્રમુખ નરવણેએ ચીનનો નકશો કર્યો શેર