સ.પા. સુપ્રીમો મુલાયમસિંહ યાદવની તબિયત નાજુક, ICU માં ખસેડાયા
સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની તબિયત રવિવારે બગડી હતી. તેથી, તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICU માં ખસેડવામાં આવ્યા છે. મુલાયમસિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવને હાલમાં મેદાંતા હોસ્પિટલના ICU-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડો. સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. મુલાયમ સિંહની તબિયત ઘણા સમયથી ખરાબ છે.
અખિલેશ અને ડિમ્પલ યાદવ હોસ્પિટલ પહોંચ્યા
મુલાયમસિંહની તબિયતની જાણકારી મળ્યા બાદ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા છે. આ સાથે શિવપાલસિંહ યાદવ પણ મેદાંતા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે મુલાયમસિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામના મેદાંતામાં દાખલ છે. જો કે હાલ તેમને રૂમમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત કેડરના 5 સહિત દેશના 35 IAS અધિકારીઓની કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર નિમણુંક
અગાઉ પણ તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂટિન ચેકઅપ બાદ તેમને યુરિન ઈન્ફેક્શનને કારણે ત્યાં જ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે મુલાયમસિંહ યાદવને ઘણી વખત ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમની સારવાર માત્ર આ જ હોસ્પિટલમાં થાય છે, જેના કારણે તેમનું રૂટિન ચેકઅપ પણ અહીં થાય છે. જુલાઈ 2021માં પણ તેમને બેચેની અને નર્વસ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમસિંહ વારંવાર પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરે છે. તાજેતરના દિવસોમાં તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ મુલાયમ સિંહને પેટમાં દુ:ખાવાની ફરિયાદ બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગ્રેડ પે મુદ્દે ITI કર્મચારીઓનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન