દ્વારકા જિલ્લામાં SP નિતેશ પાંડેયની કાબિલેદાદ કામગીરી : વર્ષ 2023માં હત્યાના બનાવમાં 75 ટકાનો ઘટાડો
દ્વારકા, 8 જાન્યુઆરી : દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર અને ગુજરાતનો છેવાડાનો દરિયાઈ પટ્ટો છે. અહીં છાશવારે ગુનાહિત પ્રવૃત્તિ બનતી રહે છે. તેવામાં આવા ગુનેગારોને ભોં ભીતર કરવા માટે રાજ્ય પોલીસ વડાએ એસપી તરીકે નિતેશ પાંડેયની નિમણૂક કરી છે. જે સફળ સાબિત થઈ છે. તેમના પોલીસવડા બન્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને હત્યામાં નોંધપાત્ર 75 ટકાનો ઘટાડો થયો છે.
તમામ કાર્યવાહીમાં દ્વારકા પોલીસ સફળ રહી
મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ રીતે જળવાય રહે તેમજ આમજનતા મુક્ત રીતે પોતાનુ જીવન જીવી શકે તે સારું સુવ્યવસ્થિત રીતે કરવામાં આવેલ આયોજનના પરિણામ ફળ સ્વરૂપ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળતી શરીર સબંધી ઝઘડાની અરજીઓના કામે સમય મર્યાદામાં તાત્કાલિક અટકાયતી પગલાઓ લઇ બનેલ નાના ઝગડાના પ્રત્યાઘાત સ્વરૂપ અન્ય કોઇ અનિચ્છનિય મોટો કોઈ ખૂન કે ખૂન ની કોશિશ જેવો બનાવ ન બને તે સારું સતત મોનિટરીંગ કરી સમાધાનકારી વલણ અપનાવી અગર તો સામાવાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવી ખૂનના ગુનાના પ્રમાણમાં મહતમ ઘટાડો લાવવામાં દેવભૂમિ દ્વારકા પોલીસ સફળ રહેલ છે.
ક્યાં વર્ષમાં કેટલા બનાવ નોંધાયા હતા ?
અત્રેના જિલ્લામાં સન ૨૦૨૧ના વર્ષમાં ખૂન ના કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલ હતા. તેની સરખામણીમાં સન ૨૦૨૨ માં ઘટાડો લાવી કુલ ૮ ગુનાઓ નોંધાયેલ જે સન ૨૦૨૧ કરતા સન ર૦રરમાં ૩૩ ટકાનો ઘટાડો કરેલ. જયારે સન ૨૦૨૩ ના વર્ષમાં ફક્ત ૩ ખૂનના ગુનાઓ સુધી લઇ જઇ સન ૨૦૨૧ની સરખામણીમાં સન ૨૦૨૩ના વર્ષમાં ૭૫ ટકા જેટલો ઘટાડો લાવી ખૂનના ગુનાઓને અંકુશમાં લેવા મહદઅંશે સફળતા હાંસલ કરેલ છે.
દ્વારકા જિલ્લો રાજ્યમાં પ્રથમ
આમ અત્રેના જિલ્લામાં હાલ સુધીના સમયયગાળા દરમ્યાન ત્વરિત અટકાયતી પગલા જેવી કાર્યવાહી, સતત પેટ્રોલીંગ, PASA એકટનો મહતમ ઉપયોગ,GJCTOC એકટ જેવા કાયદાનો ઉપયોગ, હ્યૂમન સોર્સિસથી મોનિટરીંગ, વારંવાર આવા ઝગડાળુ સ્વભાવ ધરાવતા લોકો ઉપર વોચ, અરજીના સંતોષકારક નિકાલ વિગેરે જેવી મહત્વ પૂર્ણ બાબતો ઉપર દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પુરતું ધ્યાન આપી તેની અસરકારક રીતેની અમલવારી કરાવી સન ૨૦૨૧ની સરખામણીમાં સન ૨૦૨૩ના વર્ષમાં ૭૫ ટકા જેટલા જિલ્લામાં હાલ સુધીમાં સૌથી ઓછા ખૂનના ગુનાઓનું પ્રમાણ લાવી રાજય કક્ષાએ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરેલ છે.