સપા નેતા આઝમ ખાનની Y કેટેગરીની સુરક્ષા હટાવાઈ, UP સરકારે આપ્યુ કારણ
ઉત્તર પ્રદેશ સરકારે સમાજવાદી પાર્ટી (SP)ના વરિષ્ઠ નેતા અને રામપુર નગરથી 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહમ્મદ આઝમ ખાનને આપવામાં આવેલી ‘Y’ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સરકારનું કહેવું છે કે હવે તેની જરૂરિયાત નથી.
રામપુરના અધિક પોલીસ અધિક્ષક ડૉ. સંસાર સિંહે કહ્યું કે સુરક્ષા મુખ્યાલયમાંથી પોલીસ અધિક્ષકનો એક પત્ર મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ધારાસભ્ય આઝમ ખાનને આપવામાં આવેલી ‘Y’ શ્રેણીની સુરક્ષા યથાવત રાખવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે આ આદેશ બાદ તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.
આઝમ ખાનની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા
સંસાર સિંહે કહ્યું કે આઝમ ખાનને ‘Y’ શ્રેણી હેઠળ 3 સશસ્ત્ર પોલીસકર્મી આપવામાં આવ્યા હતા અને એક ગનરને તૈનાત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ખાનની સુરક્ષા માટે તૈનાત તમામ સુરક્ષાકર્મીઓને રામપુર પોલીસ લાઈનમાં પાછા બોલાવવામાં આવ્યા છે. એડિશનલ એસપી સંસાર સિંહે જણાવ્યું હતું કે પોલીસને સુરક્ષા મુખ્યાલયના SP તરફથી આદેશ મળ્યો હતો કે પૂર્વ ધારાસભ્ય આઝમ ખાનની Y શ્રેણીની સુરક્ષા જાળવવાનું કોઈ કારણ દેખાઈ રહ્યુ નથી. આ આદેશ બાદ તેમની સુરક્ષામાં તૈનાત જવાનોને પાછા બોલાવવામાં આવ્યા છે.
શું કહ્યુ રામપુર SPએ?
નોંધપાત્ર રીતે, 8 નવેમ્બર 2022ના રોજ, VIP સુરક્ષા પ્રદાન કરવા માટે રાજ્ય સ્તરીય સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આઝમ ખાનને સુરક્ષા આપવાનું હવે કોઈ જ કારણ નથી. જે બાદ ગૃહ વિભાગ દ્વારા રામપુર એસપીને આ અંગે નિર્દેશ આપવામાં આવ્યો હતો.
હેટ સ્પીચ બદલ સાંસદ પદ્દ ગુમાવ્યુ
ઉલ્લેખનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન રામપુર બેઠક પરથી 10મી વખત જીત્યા હતા. ખાને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રામપુર લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ/ધારાસભ્ય આઝમ ખાનને અદાલતે ગયા વર્ષે ઑક્ટોબરમાં 2019ના નફરતી ભાષણ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને ત્રણ વર્ષની જેલ અને 6,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમનું વિધાનસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
પુત્ર પર પણ થયો કેસ
હેટ સ્પીચ કેસમાં દોષિત જાહેર થયા બાદ આઝમ ખાનનું સાંસદ પદ દૂર કરાયુ હતુ. આ સિવાય અન્ય દ્વેષપૂર્ણ ભાષણ કેસમાં આરોપો ઘડવામાં આવ્યા છે, જ્યારે પુત્ર અબ્દુલ્લા આઝમના નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં સુનાવણી પણ અંતિમ તબક્કામાં છે.
આ પણ વાંચો: Maharashtra: અજિત પવારને નાણા મંત્રાલય, NCPના વિભાગો પર પણ લાગી મહોર