ટ્રેન્ડિંગમનોરંજન

સાઉથના સુપરસ્ટાર વિક્રમને વજન ઉતારવું પડ્યું હતું ભારે, ડોક્ટર્સે આપી હતી ચેતવણી

Text To Speech
  • ક્યારેક કલાકાર માટે પોતાના પાત્ર સાથે પ્રયોગ કરવો મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈક સાઉથના સુપરસ્ટાર વિક્રમ સાથે થયું હતું

HD ન્યુઝ ડેસ્કઃ કલાકારો કોઈ પાત્રમાં પોતાની જાતને ઢાળવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણી વખત તેઓ પોતાની જાતને એટલી હદે બદલી નાખે છે કે તેમને ઓળખવા પણ ખૂબ મુશ્કેલ છે, પરંતુ ક્યારેક કલાકાર માટે પોતાના પાત્ર સાથે પ્રયોગ કરવો મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈક સાઉથના સુપરસ્ટાર વિક્રમ સાથે થયું હતું. તેણે પોતાના પાત્ર માટે એટલું વજન ઘટાડ્યું કે ડોક્ટરોએ તેને ચેતવણી આપી કે જો તે વધારે વજન ઓછું કરશે તો તે મૃત્યુને નોતરી શકે છે.

વિક્રમને ડૉક્ટરે આપી હતી ચેતવણી

તમિલ ફિલ્મના સુપરસ્ટાર વિક્રમે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ડિરેક્ટર શંકરની ફિલ્મ ‘આઈ’ માટે તેના ટ્રાન્સફોર્મેશનને કારણે તેના અંગો લગભગ ફેલ થઈ ગયા હતા. આ ફિલ્મમાં, તેણે બોડી બિલ્ડર-સુપરમોડેલની ભૂમિકા ભજવી હતી, જે પાછળથી કુબડો બની જાય છે. તેણે કહ્યું, ‘તે સમયે મારું વજન 86 કિલોથી ઘટીને 52 કિલો થઈ ગયું હતું અને હું 50 કિલો સુધી આવવા માંગતો હતો. જોકે ડૉક્ટર્સે મને ચેતવ્યો હતો.

સાઉથના સુપર સ્ટાર વિક્રમને વજન ઉતારવું પડ્યું હતું ભારે, ડોક્ટર્સે આપી હતી ચેતવણી hum dekhenge news

અંગો કામ કરવાનું બંધ કરી શકે છે

વિક્રમના સતત વજન ઘટવાથી ડૉક્ટરો ચિંતિત હતા અને તેમણે અભિનેતાને ચેતવણી આપી હતી. વિક્રમે કહ્યું, ‘મારા ડૉક્ટરે કહ્યું, તમારે એક્સાઈટેડ ન થવું જોઈએ, કારણ કે તમારા શરીરની અંદર કેટલાક ફેરફારો થઈ રહ્યા છે, તમારા અંગો કામ કરવાનું બંધ કરી શકે છે અને એક વખત અંગો કામ કરવાનું બંધ કરી દેશે તો અમને ખબર નથી કે તમે કેવી રીતે સાજા થશો? બસ આ પછી મેં મારા મનમાંથી વજન ઘટાડવાનો વિચાર કાઢી નાખ્યો.

આ ફિલ્મમાં પણ વિક્રમે રિસ્ક લીધું

વિક્રમે ફિલ્મ કાશી માટે પણ જોખમ લીધું હતું. આ ફિલ્મમાં વિક્રમે એક અંધ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. તે બેથી ત્રણ મહિના સુધી બરાબર જોઈ શકતો ન હતો. શૂટિંગ વખતે તેના પોપચા હંમેશા ઉપર રહેતા હતા. આ માટે પણ ડોક્ટર્સે મને ચેતવ્યો હતો.

આ પણ વાંચોઃ ​​​​​​​દીપિકા-રણવીરની દીકરીને આશીર્વાદ આપવા પહોંચ્યા મુકેશ અંબાણી, જુઓ વીડિયો

Back to top button