સાઉથના સુપરસ્ટાર વિજયની ઇન્સ્ટાગ્રામ પર જબરજસ્ત એન્ટ્રીઃ 16 કલાકમાં થયા આટલા ફોલોઅર્સ


સાઉથના સુપરસ્ટાર વિજાયે ફાઇનલી સોશિયલ મીડિયામાં પગ મુકી જ દીધો છે. વિજયે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યુ છે. સોલ્ટ એન્ડ પેપર હેર સ્ટાઇલમાં પોતાનો એક ફોટો ઇન્સ્ટાના પ્રોફાઇલમાં રાખ્યો છે. તેમાં તેણે વ્હાઇટ ટી શર્ટ અને બ્લેક જેકેટ પહેર્યુ છે. તસ્વીરના કેપ્શનમાં તેણે લખ્યુ છે Hello NaNbas and Nanbis. તેણે પહેલી પોસ્ટ શેર કરી છે.
થોડા જ કલાકોમાં 47 લાખથી વધુ ફોલોઅર્સ
ઇન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર વિજયની એન્ટ્રી જબરજસ્ત ચાલી રહી છે, કેમકે એકાઉન્ટ એક્ટિવ થયા બાદ થોડાક કલાકોની અંદર તેના 47 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. ફોટોને અત્યાર સુધીમાં 47 લાખ કરતા વધુ લોકો લાઇક કરી ચુક્યા છે. કોમેન્ટ સેક્શનમાં વિજયના ફેન્સ તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે અને તેને આ એકાઉન્ટ પર એક્ટિવ રહેવાનું કહી રહ્યા છે.
Thanks thala @SilambarasanTR_ ❤️???? Next @chiyaan Entry ???? #ThalapathyOnINSTAGRAM pic.twitter.com/QK2GPzSBCm
— JAI (@itz_jaiTheri) April 2, 2023
ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યુ છે #ThalpathyOnInstagram
વિજયના ઇન્સ્ટા બાયોમાં તેમણે લખ્યુ છે કે ઓફિશિયલ પેજ જેને એક્ટર વિજયની ઓફિસ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. કીર્તિ સુરેશ અને અભિનેત્રી રશ્મિકા મંદાના એવા કેટલાક સ્ટાર્સમાં હતા, જેમણે આ પેજને સૌથી પહેલા ફોલો કર્યુ. વિજયના ફેન્સની ક્રેઝીનેસ એટલી વધારે હતી કે થોડી જ મિનિટોમાં ટ્વિટર પર હેશટેગ #ThalpathyOnInstagram ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ.
આ પણ વાંચોઃ Kajal Hindustani : કોણ છે કાજલ હિન્દુસ્તાની, જેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે ?