સાઉથના સ્ટાર થલપતિ વિજયે રાજકારણમાં ઝંપલાવ્યું, રાજકીય પક્ષની કરી રચના
- કલાકાર વિજય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે અમે 2024ની ચૂંટણી નહીં લડીએ.
ચેન્નઈ, 2 ફેબ્રુઆરીઃ દેશના રાજકારણમાં વધુ એક અભિનેતાની એન્ટ્રી થઈ છે. દક્ષિણના જાણીતા કલાકાર વિજયે આજે રાજકીય પક્ષની જાહેરાત કરી છે. તેની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કઝગામ છે. કલાકાર થલપતિ વિજય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે અમે 2024ની ચૂંટણી લડવા જઈ રહ્યા નથી. આ દરમિયાન અમે કોઈને સમર્થન આપીશું નહીં. અમે આ નિર્ણય જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે લીધો છે.
વિજય કોણ છે?
વિજયનું આખું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેનો જન્મ 22 જૂન 1974ના રોજ થયો હતો. તે વિજયના નામથી ઓળખાય છે. વિજય એક અભિનેતા અને પ્લેબેક સિંગર છે. વિજય તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. વિજયે તમિલ ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વિજયને તેના ચાહકો અને મીડિયા થલાપતિ (કમાન્ડર) તરીકે ઓળખે છે. તેની ગણતરી તમિલ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટારમાં થાય છે. વિશ્વભરમાં તેના અઢળક ચાહકો છે.
#WATCH | Chennai: Fans in Panayur celebrate as Actor Vijay enters politics, and announces the name of his party – Tamilaga Vetri Kazham. pic.twitter.com/KxtI030jHc
— ANI (@ANI) February 2, 2024
સાઉથના આ સ્ટાર્સે સ્થાપ્યો છે રાજકીય પક્ષ
આંધ્ર પ્રદેશમાં અન્ના અને એનટી રામારાવે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સાત વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. આ સિવાય અન્નાદુરાઈએ પણ અભિનય કર્યા બાદ એક રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. તેઓ તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તમિલ ફિલ્મ જગતમાં વીએન જાનકીના નામથી જાણીતી અભિનેત્રીઅ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ તેમના પતિ અને મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના મૃત્યુ બાદ સીએમ બન્યા હતા. એમજીઆર તરીકે જાણીતા રામચંદ્રન 1977 થી 1987 વચ્ચે સતત દસ વર્ષ સુધી તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા. અમ્મા તરીકે પ્રખ્યાત જયલલિતા પણ રાજકારણમાં પ્રવેશતા પહેલા તમિલ ફિલ્મોમાં પણ કામ કરતા હતા. એક સમયે તમિલ ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કરનાર એમ કરુણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા.
કમલ હાસને ફેબ્રુઆરી 2018માં રાજકીય પક્ષ મક્કલ નીધી મય્યમની રચના કરી હતી. તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. 2009ની વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીએ 18 બેઠકો પર જીત મેળવી હતી. રજનીકાંતે ડિસેમ્બર 2017માં પોતાની પાર્ટી રજની મંદરમની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં UCCની પ્રક્રિયા શરૂઃ કાયદાનો ડ્રાફ્ટ CM ધામીને સોંપાયો, જાણો તેની જોગવાઇઓ