દક્ષિણ ગુજરાત : CNG પંપની હડતાલથી રિક્ષા ચાલકોને હાલાકી


દક્ષિણ ગુજરાતના 400થી વધુ સીએનજી પંપ સંચાલકોની કમિશન વધારને લઈને આજે એક દિવસની હડતાલ પાડી છે ત્યારે CNG ગેસ પર સૌથી વધુ નિર્ભર એવા રિક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલે પંપ સંચાલકો દ્વારા અચાનક હડતાલની જાહેરાત કર્તની સાથે જ કેટલાક રિક્ષાચાલકોને ગેસ પુરાવવાનો રહી જતાં રિક્ષા મૂકી રાખવાનો વારો આવ્યો છે. જેના લીધે કેટલાય રિક્ષા ચાલકોને આજે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : હસમુખ પટેલે આગામી પરીક્ષાને લઈને કરી મોટી જાહેરાત
રિક્ષા ચાલકોને આગવી જાણ કર્યા સિવાય અચાનક હડતાલની જાહેરાત કરતાં રિક્ષા ચાલકોને પેટ્રોલ પર રિક્ષા ચલાવવાનો વારો આવતા તેની સીધી અસર રીક્ષમાં સવારી કરનાર પર થયો છે. મોટાભાગના રિક્ષાચાલકોને કામમાં વ્યસ્તતાને લીધે હડતાલની જાણ થઈ ન હતી જેના લીધે તેઓ રિક્ષામાં ગેસ ન પુરાવ્યો અને કેટલાકને આજે રિક્ષા મૂકી રાખવાનો વારો આવ્યો તો કેટલાકને પેટ્રોલમાં ફરવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : હિંડનબર્ગ અસર યથાવત, અદાણી ગ્રુપને 3 કલાકમાં 50 કરોડનું નુકસાન
ઉલ્લેખનીય છે કે CNG ગેસનો સૌથી વધુ ઉપયોગ હજારો રિક્ષા ચાલકો કરતાં હોય છે અને ગેસના ભાવમાં અને પેટ્રોલના ભાવમાં ફરક હોવાથી તેની સીધી અસર યાત્રી પર જ થાય છે.