સાઉથ આફ્રિકાના ક્રિકેટ ખેલાડીએ લીધી નિવૃત્તિ, શેર કરી એક ખાસ પોસ્ટ
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર ફરહાન બેહાર્દીએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. 27મી ડિસેમ્બરે એટલે કે આજે તેમણે આ નિર્ણય લીધો હતો. એક તરફ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે તો બીજી તરફ આફ્રિકન ઓલરાઉન્ડરે નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે, ફરહાન બેહાર્દી તે ટેસ્ટનો ભાગ નહોતો. 39 વર્ષીય ફરહાન બેહાર્દીને 2012માં દક્ષિણ આફ્રિકા તરફથી ડેબ્યૂ કર્યું હતું. હવે 10 વર્ષ બાદ તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ફરહાને 2018માં દક્ષિણ આફ્રિકા માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
— Farhaan Behardien (@fudgie11) December 27, 2022
આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ફરહાન બેહાર્દીને દક્ષિણ આફ્રિકા માટે ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે કુલ 59 વનડે રમીને 30.68ની એવરેજથી 1074 રન બનાવ્યા છે. બોલિંગ દરમિયાન તેણે 14 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય 38 T20 ઈન્ટરનેશનલ મેચમાં બેટિંગ કરતા તેણે 32.37ની એવરેજ અને 128.21ના સ્ટ્રાઈક રેટથી 518 રન બનાવ્યા છે. બોલિંગ દરમિયાન તેણે 3 વિકેટ ઝડપી છે.