ટ્રેન્ડિંગસ્પોર્ટસ

WTC Final 2023 : સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- ટીમ ઈન્ડિયાને ઋષભ પંતની ખોટ છે

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ઓવલ ખાતે ચાલુ છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં કોમેન્ટ્રી કરી રહેલા સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે ભારતીય ટીમ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની ખૂબ જ ખોટ કરી રહી છે. ગાંગુલીએ કહ્યું કે ઋષભ પંત ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી રહ્યો નથી, જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ રહ્યું છે. પૂર્વ ભારતીય સુકાનીના કહેવા પ્રમાણે, ભારતીય ટીમ રિષભ પંતની ખૂબ જ ખોટ કરી રહી છે.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રથમ દાવમાં ખરાબ પ્રદર્શન

જણાવી દઈએ કે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 469 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 173 રનની લીડ મળી હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે સિવાય શાર્દુલ ઠાકુરે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મિશેલ સ્ટાર્ક, સ્કોટ બાઉલેન્ડ અને કેમેરોન ગ્રીને 2-2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ IND vs AUS WTC: ત્રીજા દિવસે ભારતનો દેખાયો થોડો દમ, ઓસ્ટ્રેલિયા હજુ પણ ઘણું આગળ

Back to top button