દાદાએ લંડનની શેરીમાં લગાવ્યા ઠૂમકાં, સૌરવ ગાંગુલીએ 50માં જન્મદિવસની શાનદાર ઉજવણી કરી


BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટને 8મી જુલાઈએ પોતાનો 50માં જન્મ દિવસ ઉજવણી કરી. આ સમયે તે પોતાની પત્ની ડોના અને પુત્રી સના સાથે લંડનમાં જોવા મળ્યા. આ દરમિયાન તેમનો બિનધાસ્ત અંદાજ તથા ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો હતો. જ્યાં તેઓ લંડનના રસ્તાઓ પર પરિવાર સાથે ઠૂમકાં લગાવતા નજરે પડ્યા.
તૂ મેરા હીરો… ગીત પર ગાંગુલીનો ડાન્સ
ગાંગુલીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તે દેશી બોયઝ ફિલ્મના ‘તૂ મેરા હીરો…’ અને ‘ઓમ શાંતિ ઓમ’ ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યા. અગાઉ સચિન તેંડુલકર, જય શાહ સાથે પાર્ટી કરતી વખતે પણ તેના ફોટા જોવા મળ્યા હતા.
Sourav Ganguly Celebrating 50th B'day dancing Midnight with daughter Sana & Wife Dona Ganguly in London.@SGanguly99 #HappyBirthdayDada #BCCI #SouravGanguly #SouravGangulybirthday #birthday #Cricket #Dada pic.twitter.com/DO5sNr3bKy
— Vineet Sharma (@Vineetsharma906) July 8, 2022
પાર્ટીમાં ફરી જોવા મળી હિટ જોડી
ગાંગુલીની પાર્ટીમાં સચિન તેંડુલકર, BCCI સેક્રેટરી જય શાહ, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા. આ દરમિયાન ટ્વિટર પર સૌરવ, સચિન, જય શાહ સાથેની તસવીર શેર કરતા રાજીવ શુક્લાએ લખ્યું, ‘સૌરવ ગાંગુલીના 50મા જન્મદિવસની ઉજવણી. તેમને સુખી અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.
વાંચોઃ સૌરવ ગાંગુલીએ આપ્યા રાજનીતિમાં આવવાનો સંકેત કહ્યું, ‘નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છું’

માસ્ટર બ્લાસ્ટર અને દાદા સાથે
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર પણ તાજેતરમાં તેના પરિવાર સાથે લંડનમાં છે. સૌરવ ગાંગુલીની પત્ની ડોના સાથેનો તેમનો એક ફોટો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. સચિન અને સૌરવ બાળપણથી જ એકબીજા સાથે ક્રિકેટ રમતા હતા. માસ્ટર બ્લાસ્ટર ગાંગુલીને પ્રેમથી દાદી કહે છે.

