બુમરાહના ટી-20 વર્લ્ડ કપ રમવા અંગે સૌરવ ગાંગુલીએ આપ્યા રાહતના સમાચાર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના ટી-20 વર્લ્ડ કપ રમવા અંગેનો પ્રશ્ન પર સૌરવ ગાંગુલી જવાબ આપ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ સમય બાકી છે, તેથી બુમરાહના રમવાની આશા રાખી શકાય.
BCCI ના સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો અને તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે. જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. વર્લ્ડ કપ શરૂ થવાને હજી થોડો સમય છે. આપણે રાહ જોવી જોઈએ અને ઉતાવળમાં કંઈપણ ન બોલવું જોઈએ.
આ પણ વાંચો : મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયામાં સામેલ, બુમરાહ ઈજાના કારણે બહાર
આ પહેલા એવા અહેવાલ હતા કે જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાની સમસ્યાને કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાને કારણે એશિયા કપનો ભાગ પણ બની શક્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે જસપ્રીત બુમરાહને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. જસપ્રીત બુમરાહના સ્થાન પર મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરાયો છે. બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.