મનોરંજન

સુપરસ્ટાર રજનીકાંત બન્યા ફરી દાદા, દીકરી સૌંદર્યાએ શેર કરી બેબી બોયની પહેલી ઝલક

Text To Speech

સાઉથ અને હિન્દીના મેગા સ્ટાર રજનીકાંતના ઘરે ફરી એકવાર કિલકારીઓ ગુંજી ઉઠી છે. તેમની નાની પુત્રી અને પ્રખ્યાત નિર્માતા સૌંદર્યાનું ઘર ફરી એકવાર ખુશીઓથી ગુંજી ઉઠ્યું છે. રજનીકાંતની વહાલી દીકરી સૌંદર્યાએ એક દીકરાને જન્મ આપ્યો છે. રજનીકાંતની પુત્રીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેમના જીવનની આ નવી ખુશીની માહિતી શેર કરી હતી. કેટલીક તસવીરો શેર કરીને તેણે ચાહકોને પોતાના પુત્રની ઝલક પણ બતાવી છે.

સૌંદર્યાએ બેબી બોયની ઝલક શેર કરી

પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરતા સૌંદર્યાએ ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શેર કરી છે. પ્રથમ ફોટામાં તેનો દીકરો તેની આંગળી પકડી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં તે તેના પતિ વિશાગન વનંગામુડી સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અન્ય તસવીરમાં તે તેના પુત્ર વેદ અને પતિ સાથે છે. આ સિવાય સૌંદર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રેગ્નન્સી દરમિયાન ઘણી અલગ અને સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરો શેર કરતી વખતે સૌંદર્યા રજનીકાંતે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું હતું.

સૌંદર્યાના પુત્રનું નામ

રજનીકાંતના પૌત્રનું નામ ‘વીર રજનીકાંત વનંગામુડી’ છે. પોતાના પુત્રના નામ વિશે માહિતી આપતા સૌંદર્યા રજનીકાંતે કેપ્શનમાં લખ્યું, ‘ભગવાનની કૃપા અને માતા-પિતાના આશીર્વાદથી વિશગન, વેદ અને મેં 11/9/2022ના રોજ વેદના નાના ભાઈ ‘વીર રજનીકાંત વનંગામુડી’નું સ્વાગત કર્યું છે. ડોકટરોનો આભાર. આ સમાચાર બાદ તેના ચાહકો અને ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેને સોશ્યિલ મીડિયા પર બેબી બોયના જન્મ બદલ અભિનંદન આપી રહ્યા છે.

સૌંદર્યાએ ત્રણ વર્ષ પહેલા વિશગન વનંગામુડી સાથે બીજા લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે રજનીકાંતની નાની દીકરી સૌંદર્યા રજનીકાંતે પહેલા લગ્ન બિઝનેસમેન અશ્વિન રામકુમાર સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ વેદ છે. પરંતુ લગ્નના સાત વર્ષ પછી સૌંદર્યાએ વર્ષ 2017માં તેના પહેલા પતિ અશ્વિનથી છૂટાછેડા લીધા અને વર્ષ 2019માં તેણે વિશગન વનંગામુડી સાથે બીજી વખત લગ્ન કર્યા અને લગ્નના ત્રણ વર્ષ બાદ તેઓએ તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું છે.

Back to top button