રાતે Sound Sleep નથી આવતી? આ વસ્તુઓ કરશે મદદ
સારા આરોગ્ય માટે જે રીતે હેલ્ધી જમવાનું જરૂરી છે, તે પ્રકારે સાઉન્ડ સ્લીપ એટલે કે ગાઢ નિંદ્રા પણ જરૂરી છે. ઊંઘ પુરી ન થાય તો અનેક પ્રકારની બિમારીઓ થઇ શકે છે. ઊંઘપુરી ન થાય તો તમારા ઓર્ગન યોગ્ય રીતે કામ કરતા નથી. બ્રેઇનના ફંકશનમાં સમસ્યા સર્જાય છે અને અનેક બિમારીઓનો ખતરો રહે છે. ઘણા લોકો એવા હોય છે જેને રાતે પથારીમાં પડ્યા ભેગી જ ઉંઘ આવી જાય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જેમને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી.
ડોક્ટર્સનું માનવુ છે કે દરેક વ્યક્તિએ રાતે સાતથી આઠ કલાકની ઉંઘ લેવી જોઇએ. જો તમે રાતે ઊંઘન આવવાની સમસ્યા છે, સુતા બાદ વચ્ચે વચ્ચે તમારી આંખો ખુલી જાય છે તો ડિનરમાં અથવા રાતે સુતા પહેલા કેટલીક વસ્તુઓ ટ્રાય કરો.
ચેરી
ચેરીમાં ભરપુર માત્રામાં મેલાટોનિન હોય છે, જે શરીરના આંતરિક ચક્રને નિયમિત કરવામાં હેલ્પ કરે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પહેલા એક મુઠ્ઠી ચેરી ખાધા બાદ ઊંઘ સારી આવે છે. તમે ચેરીનો જ્યુસ પણ પી શકો છો.
નટ્સ
નટ્સ આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. જેનાથી ડાયાબિટીસ અને હ્દય સંબંધિત બિમારીઓનો ખતરો ઘટાડી શકાય છે. નટ્સના સેવનથી ઉંઘની ક્વોલિટી પણ સુધરે છે. તે મેલાટોનિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
ચોખા કે ભાત
દુનિયાભરમાં ચોખાનું સેવન ભરપુર માત્રામાં કરવામાં આવે છે. ચોખામાં ફાઇબર, ન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોય છે. ચોખામાં કાર્બ્સ ગાઇ માત્રામાં હોય છે, તેનો જીઆઇ ઇન્ડેક્સ પણ ખુબ ઉંચો હોય છે. રાતે સુવાના એક કલાક પહેલા ભાતને કોઇ પણ સ્વરૂપે ખાવાથી સારી ઉંઘ આવે છે.
કેળા
રાત્રે કેળુ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. કેળામાં મળી આવતા તત્વોથી મસલ્સ સ્ટ્રેસ મુક્ત રહે છે. કેળામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમથી સારી ઉંઘ આવે છે, કેળામાં વિટામિન બી6 સારા પ્રમાણમાં હોય છે જેનાથી સુવા સાથે જોડાયેલા હોર્મોન્સને એક્ટિવ કરે છે.
હર્બલ ટી
જો તમને ઊંઘની સમસ્યા થઈ રહી છે તો તમારે કેફીન અને આલ્કોહોલથી અંતર રાખવુ જોઈએ, પરંતુ જો તમે રાત્રે હર્બલ ટી પીવો છો તો તેનાથી તમને સારી ઊંઘ આવે છે.
દૂધ
સારી ઊંઘ મેળવવા માટે રાત્રે બેડ પર જતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું જોઈએ. દૂધમાં Tryptophan અને serotonin હોવાના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે. દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. જેનાથી સ્ટ્રેસ દૂર થાય છે.
કેમોમાઇલ ટી
કેમોમાઇલ ટી એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે તે એંગ્ઝાઇટી અને સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ મગજમાં રિસેપ્ટર્સને વધારે છે, જે તમારી ઉંઘ ન આવવાની સમસ્યાને દુર કરે છે.
આ પણ વાંચોઃ દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું- ભાજપ માત્ર ઘર તોડવાનું જાણે છે