ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલસાયન્સ એન્ડ ટેકનોલોજી

SONYએ લોન્ચ કર્યુ પોર્ટેબલ નેકબેન્ડ AC જેને પહેરીને ગમે ત્યાં ફરી શકાય

Text To Speech
  • SONYનું રીઓન પોકેટ 5  ગેજેટ  એક બોડી એર કંડિશનર છે જેને ગમે ત્યાં પહેરી શકાય
  • SONYની વેબસાઇટ પરથી પ્રી-ઓર્ડર માટે આશરે 15,000 રુપિયામાં ઉપલબ્ધ 

HD ન્યુઝ ડેસ્ક, 8 મે: સોનીએ ખાસ કરીને ગરમીથી ત્રસ્ત રહેનારા લોકો ગ્રાહકોને ધ્યાનમાં રાખીને હાઇ-ટેક ગેજેટ લોન્ચ કર્યું છે. સોનીનું રીઓન પોકેટ 5 ગેજેટ  એક બોડી એર કંડિશનર છે જેને ગમે ત્યાં પહેરી શકાય છે. આ પોર્ટેબલ AC ને તમે તમારા શર્ટની પાછળ લગાવી શકો છો. સોનીએ આ લેટેસ્ટ ટેક્નોલોજીઓથી ધૂમ મચાવી છે અને સૌથી ખાસ વાત એ છે કે હવે લોકો હાથ પંખાને બદલે આ પોર્ટેબલ AC દ્વારા ગરમીથી રાહત મેળવી શકશે.

સોની રીઓન પોકેટ 5 એ એક સ્માર્ટ પહેરી શકાય તેવી થર્મો ડિવાઈસ કીટ છે જે 23 એપ્રિલે લોન્ચ કરવામાં આવી છે. રીઓન પોકેટ 5 એ પહેરી શકાય તેવી ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ છે જે તમારી દૈનિક યાત્રામાં આરામ આપી શકે છે. યુઝર્સ આ રિયોન પોકેટ AC ને તેમના ગળાની પાછળના ભાગે પહેરી શકાય છે. આ ડિવાઈશથી  શરીરનું નોર્મલ તાપમાન શોધવા માટે થર્મેોસ મોડ્યુલ અને તાપમાન અને ભેજ અને ગતિ સેન્સરનો ઉપયોગ કરે છે.

રીઓન પોકેટ 5 વિશે

રિયોન પોકેટ ઉનાળાના ગરમીના દિવસો માટે 5 કૂલિંગ લેવલ અને શિયાળા માટે 4 વોર્મિંગ લેવલ ઓફર કરે છે. આ ફિચરને કારણે, આ ગેજેટને ભીડવાળી જ્ગ્યાઓ જેવી કે ટ્રેનો અને એરોપ્લેનની કોલ્ડ કેબિન જેવી અલગ અલગ જગ્યાએ વાપરી શકાય છે. ઉપરાંત આ ડિવાઈસને રીઓન પોકેટ ટેગસાથે પણ જોડી શકાય છે. રીઓન પોકેટ 5એ ખૂબ જ નાનું અને પહેરી શકાય તેવું ટેગ છે જે રિમોટ સેન્સર જેવા ફિચર્સ સાથે આવે છે. આ ટેગ તમારી આસપાસની જગ્યાઓ શોધી કાઢે છે અને નેક યુનિટને રિપોર્ટ કરે છે જેથી તાપમાનને તે મુજબ એડજસ્ટ કરી શકાય. રીઓન પોકેટ 5 પોતાની રીતે સ્વતંત્રતાથી કામ કરે છે. જ્યારે રીઓન ટેગ તમને વધુ  સારી રીતે વ્યક્તિગત સુવિધા આપે છે.

રીઓન પોકેટ 5 કેવી રીતે ખરીદી શકાય?

રિયોન પોકેટ 5 સોનીની વેબસાઇટ પરથી પ્રી-ઓર્ડર માટે આશરે 15,000 રુપિયામાં ઉપલબ્ધ છે. પ્રી-ઓર્ડર કરેલ ઉપકરણ 15 મે સુધીમાં આવી જશે. આ ગેજેટના પેકેજમાં રીઓન પોકેટ 5, રીઓન પોકેટ ટેગ અને સફેદ નેકબેન્ડ મળશે. સોની સ્ટાઈલિશ લુક મળે તે માટે થોડી વધારે કિંમતમાં બેજ રંગમાં નેકબેન્ડ ઓફર કરે છે.

આ પણ વાંચો:ગરમીની સિઝનમાં ખરીદો બજેટ કિંમતમાં મીની એર કુલર, જે આપશે ઓછા પાવરમાં ઠંડી હવા

Back to top button